શું ‘તારક મહેતા..’માં થવાની છે દયાભાભીની એન્ટ્રી ? બાઘા સાથે તસવીર થઇ વાયરલ… જુઓ

નાના પડદાનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં છેલ્લા ઘણા સમયમાં કેટલાક બદલાવ પણ આવ્યા છે. શોના ઘણા કલાકારો શરૂઆતથી જોડાયેલા છે, ઘણા એવા કલાકારો છે જે જૂના કલાકારોની જગ્યાએ આવ્યા છે. પણ આ શોમાં એક પાત્ર છે જેનું રિપ્લેસમેન્ટ હજુ થયુ નથી અને તે છે દયાબેનનું પાત્ર. આ પાત્રને લઇને અવાર નવાર ખબરો પણ સામે આવે છે. ઘણીવાર શોના સ્ટાર્સના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

ત્યારે તારક મહેતા શોની સુપરહિટ કાસ્ટની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દયાબેન એટલે કે દિશા વાકાણી અને બાઘા એટલે કે તન્મય વેકરિયા જોવા મળે છે, લોકોએ આ પિક્ચર પર ફની કોમેન્ટ્સ પણ કરી છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. દયાબેન છેલ્લા 5 વર્ષથી શોમાંથી ગાયબ છે. દયાબેનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે આ રાહ આખરે પૂરી થવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો છે કે દયાબેન શોમાં પરત ફરવાના છે. વર્ષ 2023માં આખરે બધાને શોમાં દયાબેન જોવા મળશે.

અસિત મોદી પણ કહે છે કે તેઓ ટૂંક સમયમાં દયાબેનને શોમાં લાવશે. જો કે, દિશા વાકાણી દયાબેન તરીકે પરત ફરશે કે કોઈ નવી અભિનેત્રી જોવા મળશે તે હજુ નક્કી નથી.આ દરમિયાન દિશા વાકાણીની બાઘા સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફોટો એ સમયનો છે જ્યારે બાઘા અને દિશા વાકાણી થિયેટરમાં સાથે કામ કરતા હતા. ‘બાઘા’એ 2021માં આ ફોટો શેર કર્યો હતો. ફોટો જોયા બાદ જ્યારે કેટલાક લોકો દયાબેનના શોમાં પાછા ફરવાની અટકળો લગાવી રહ્યા છે તો કેટલાક મૂંઝવણમાં છે કે શું આ ફોટો ખરેખર શોનો જ છે ? તસવીરમાં બંને સ્ટારને ઓળખવા મુશ્કેલ છે.

દિશા વાકાણી સૂટમાં જોવા મળી રહી છે. તો તન્મય વેકરિયા કુર્તામાં જોવા મળી રહ્યો છે. તારક મહેતાના સ્ટાર્સના હાવભાવ જોઈને એવું લાગી રહ્યું હતું કે બંને કોઈ ગંભીર વિષય પર વાત કરી રહ્યા છે. દિશા વાકાણી અને બાઘાનો આ ફોટો થિયેટરના સમયનો છે. તારક મહેતા સાથે જોડાતા પહેલા બંને થિયેટર કલાકારો હતા. શોની વાત કરીએ તો તાજેતરમાં જ શોમાં બાવરીની એન્ટ્રી થઈ છે. નવીના વાડેકર બાવરીનું પાત્ર ભજવી રહી છે. નવીના વાડેકર વિશે નિર્માતા આસિત મોદીએ કહ્યું હતું કે તેમને બાવરી જેવી જોઈતી હતી તેવી મળી છે. નવીના પહેલા બાવરીનું પાત્ર મોનિકા ભદોરિયાએ ભજવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજ અનડકટના શો છોડ્યા બાદ નવા ટપ્પુની શોધ પણ ચાલી રહી છે.

Shah Jina