શું અનુપમા 50 વર્ષની ઉંમરે બનશે અનુજના છોકરાની માં ? પ્રેગ્નેંસી સામે આવ્યા બાદ કેવું હશે રિએક્શન…

બાપ રે, અનુપમા 50 વર્ષની ઉંમરે પ્રેગ્નેટ થઇ ગઈ અનુજથી છુપાવીને…. જુઓ બધા ફોટાઓ

સ્ટાર પ્લસનો લોકપ્રિય અને ટોપ રેટેડ શો અનુપમા હાલમાં ઘણો ચર્ચામાં છે. અનુપમા વર્ષ 2020માં ઓનએર થયો હતો. બે વર્ષ પહેલા જ્યારે આ સીરિયલ આવી તો લાગ્યુ કે કંઇક નવું જોવા મળશે. જેવી રીતે સમય વીતતો ગયો શોની કહાનીમાં નવા અને દિલચસ્પ મોડ આવવા લાગ્યા. તે સમય પણ આવી ગયો છે કે જ્યારે અનુપમા સતત આંસુઓની ગંગા વહાવી રહી છે.

શો જોનાર લોકોના દિલોમાં તોફાન ત્યારે આવ્યુ જ્યારે અનુજ અને અનુપમા વચ્ચેનો સંબંધ તૂટવાની છેક કગાર પર આવી ગયો. અનુજ હવે ઘર છોડી જઇ રહ્યો છે અને બીજી બાજુ અનુજના ગયા પછી અનુપમાની હાલત ખૂબ જ ખરાબ થવાની છે. દીકરી દૂર થવાના ગમથી અનુજ અનુપમા સાથે હવે રહેવા નથી માગતો.

ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, હાલ તો શોના ટ્રેકમાં એવું જોવા મળી રહ્યુ છે ટૂંક સમયમાં જ અનુપમા બેહોશ થતી જોવા મળશે કારણ કે અનુજ તેના જીવનમાંથી નીકળી જશે. તેની આસપાસના દરેક વ્યક્તિ આ જોઈને ચોંકી જશે. દેવિકા ડૉક્ટરને બોલાવશે કારણ કે તે અનુપમાની તબિયત વિશે ડરી રહી છે. ત્યારે કહાનીમાં સૌથી મોટો બોમ્બ વિસ્ફોટ થવાનો છે.

ડૉક્ટર દેવિકા અને ધીરજને જાણ કરશે કે અનુપમા પ્રેગ્નેટ છે અને તેઓએ તેમની સારી કાળજી લેવી જોઈએ. દેવિકાને નથી ખબર કે આ સમાચાર પર કેવી પ્રતિક્રિયા આપવી કારણ કે અનુજે તેની દીકરીને કારણે અનુપમાને છોડી દીધી છે. જો કે, અનુપમાને પણ આશ્ચર્ય થશે કારણ કે તે 50 વર્ષની ઉંમરે અને ત્રણ બાળકોની માતા તેમજ સાસુ અને દાદી બન્યા બાદ અનુજના બાળકને જન્મ આપવાની છે.

દેવિકા અનુજનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે પણ આવું થઇ શકશે નહીં. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પ્રેગ્નેંસી વિશે જાણ્યા પછી અનુજ અનુપમા પાસે પાછો ફરશે કે નહીં ? અનુજ અને અનુપમાને પોતાના સંતાનો હશે કે નહીં ? મેકર્સ હવે આ રસપ્રદ ટ્રેક દ્વારા દર્શકોનું સંપૂર્ણ મનોરંજન કરવા જઈ રહ્યા છે. હવે અનુપમા ફરી એકવાર સમાજના સવાલોનો સામનો કરતી જોવા મળષે એવું લાગે છે કે અનુજના ગયા પછી અનુપમાનું જીવન પલટાઈ જશે,

કારણ કે તે ક્યારેય કલ્પના પણ કરી શકતી ન હતી કે જે માણસ તેને આટલો પ્રેમ કરે છે તેને હવે તેની સાથે એક જ છતની નીચે રહી શકતો નથી. અનુપમા અનુજના ગયા બાદ ભાંગી પડશે પરંતુ તેના જીવનમાં આશાનું કિરણ આવશે કારણ કે તેને તેની પ્રેગ્નેંસી વિશે ખબર પડશે. તે ખૂબ જ ખુશ દેખાશે પણ સમાજના પ્રશ્નોનો સામનો કરતા ડરી જશે. અનુપમાને ખરાબ લાગશે કે આ ફેઝમાં અનુજ તેની સાથે નહિ હોય. જો કે, બા અને વનરાજ અનુપમાને મેણા મારતા જોવા મળશે. જોકે, કાવ્યા અનુપમા સાથે ઉભી જોવા મળશે.

Shah Jina