લવ સ્ટોરીના વખાણ કરી રહ્યા છે લોકો, ’12th Fail’ વાળા IPS ઓફિસરે શેર કરી તસવીર, કહ્યુ- ‘લગ્નના કેટલાક દિવસ બાદ…’

લવ સ્ટોરીના વખાણ કરી રહ્યા છે લોકો, લોકો બોલ્યા- અરે તમે તો અમારા પહેલા પણ હીરો હતો, ફિલ્મ તો આજે બની છે…

IPS ઓફિસર મનોજ કુમાર શર્માની જિંદગી પર બનેલ ફિલ્મ ’12th Fail’ હજુ પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેમના સંઘર્ષ સાથે સાથે લવ સ્ટોરી વિશે પણ જણાવવામાં આવ્યુ છે. આ ફિલ્મ વિધુ વિનોદ ચોપડાના ડાયરેક્શનમાં બની છે. ફિલ્મ ગત વર્ષે 27 ઓક્ટોબરે રીલિઝ થઇ હતી, પરંતુ હજુ પણ લોકો આની વાત કરી રહ્યા છે.

’12th Fail’ IPS મનોજ શર્માએ શેર કરી તસવીર

ત્યારે હાલમાં મનોજ કુમાર શર્માએ પત્ની IRS ઓફિસર શ્રદ્ધા જોશી સાથેની એક જૂની તસવીર શેર કરી છે. ’12th Fail’ની વાત કરીએ તો, તેમાં મનોજ કુમાર શર્માનું પાત્ર એક્ટર વિક્રાંત મેસ્સીએ અને શ્રદ્ધા જોશીનું પાત્ર એક્ટ્રેસ મેઘા શંકરે નિભાવ્યુ હતુ. ત્યારે હવે મનોજ કુમાર શર્માએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે પત્ની સાથે જોવા મળી રહ્યા છે.

કેપ્શનમાં લખ્યું- લગ્નના કેટલાક દિવસ બાદની તસવીર

તસવીરના કેપ્શનમાં તેમણે લખ્યું છે, ‘આજે મને લગ્નના થોડા દિવસો બાદ લેવાયેલ ફોટો મળ્યો.’ તેમની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો આ કપલના મજબૂત સંબંધોના વખાણ કરી રહ્યા છે. લોકો કોમેન્ટ સેક્શનમાં પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. આ પોસ્ટને 1.6 મિલિયનથી વધુ લોકોએ જોઈ છે. એક યુઝરે કમેન્ટ કરીને કહ્યું, તમે ખૂબ જ સુંદર કપલ છો સર.

લવ સ્ટોરીની તારીફ કરી રહ્યા છે લોકો

બીજા એક યુઝરે વખાણ કરતા લખ્યું, “આજે પણ તમે આવા જ છો.” અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, “તમે પહેલા પણ અમારા હીરો હતા. ફિલ્મ તો આજે બની છે. જણાવી દઇએ કે, આ ફિલ્મ 2023માં રિલીઝ થયેલી વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મ બની ગઈ છે. 12th Fail IMDB પર 2023ની સૌથી વધુ રેટિંગ ધરાવતી ફિલ્મ બની ગઈ છે.

સૌથી વધુ જોવાયેલી ફિલ્મ

ત્રણ મહિના સુધી સિનેમાઘરોમાં ચાલ્યા પછી, તે 29 ડિસેમ્બરના રોજ ડિઝની + હોટસ્ટાર પર રજૂ કરવામાં આવી હતી. આટલા ઓછા સમયમાં તે હોટસ્ટાર પર સૌથી વધુ જોવાયેલી ફિલ્મ પણ બની છે. દર્શકોએ આ ફિલ્મને IMDB પર 9.2 રેટિંગ આપ્યું છે, જે 2023માં રિલીઝ થયેલી તમામ ફિલ્મો કરતાં વધારે છે.

Shah Jina