પૈસા વસુલ રહી IPLની ઓપનિંગ સેરેમની, અરિજીત સિંહે મનડાં મોહી લીધા તો તમન્ના અને રશ્મિકાના ઠુમકાએ દિલ જીતી લીધા…જુઓ શાનદાર નજારાની ઝલક

જેણે પણ અમદાવાદમાં IPLની લાઈવ ઓપનિંગ સેરેમની જોઈ એના માટે દિવસ યાદગાર બની ગયો, જુઓ વીડિયો અને તસવીરોમાં જબરદસ્ત નજારો…

જેની એક વર્ષથી સતત રાહ જોવાતી હતી અને જે ભારતના એક તહેવાર સમાન છે એવી IPLની શાનદાર શરૂઆત કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઇ. આઇપીએલની ઓપનિંગ સેરેમની પૈસા વસુલ રહી અને કાલે ચેન્નાઇ અને ગુજરાત વચ્ચે પહેલો મુકાબલો પણ યોજાયો. જેમાં ગયા વર્ષની આઇપીએલ વિજેતા ગુજરાત ટાઇટન્સે પહેલી મેચમાં જ પોતાની જીતનો ડંકો વગાડી દીધો.

IPLની 16મી સિઝન પહેલા શાનદાર ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના ઘણા પ્રખ્યાત કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું અને આ દરમિયાન એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. રશ્મિકા મંદાના, તમન્ના ભાટિયા અને અરિજીત સિંહ જેવા સ્ટાર્સે ઓપનિંગ સેરેમનીમાં સવા લાખ જેટલા લોકોની સામે પોતાનું પર્ફોમન્સ આપ્યું હતું.

મંદિરા બેદી IPL 2023ની ઓપનિંગ સેરેમનીની સૂત્રધાર હતી. ઓપનિંગ સેરેમનીનું પહેલું પરફોર્મન્સ બોલિવૂડ સ્ટાર પ્લેબેક સિંગર અરિજીત સિંહે આપ્યું હતું. ઓપનિંગ સેરેમનીની શરૂઆતમાં જ અરિજીતે પોતાના સુરીલા અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેના પર્ફોર્મન્સ દરમિયાન અરિજીતે મેરે વતન આબાદ રહે જેવા સુપરહિટ ગીત પર પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું.

અરિજીતે દેશભક્તિના ગીતોથી શરૂઆત કરી હતી પરંતુ તે પછી તેણે બોલિવૂડના અનેક હિટ ગીતો પર તેના પર્ફોમન્સથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પછી અરિજીતે જીપ્સી પર આખા સ્ટેડિયમનો એક રાઉન્ડ લીધો અને દર્શકોનું અભિવાદન કર્યું. અરિજીતે એક ડઝનથી વધુ ગીતો પર રજૂઆત કરી અને લગભગ અડધા કલાક સુધી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.

 

View this post on Instagram

 

A post shared by IPL (@iplt20)

અરિજીત પછી તમન્ના ભાટિયાનું શાનદાર પ્રદર્શન હતું. આ દરમિયાન તેણે ઘણા સુપરહિટ ગીતો પર ડાન્સ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. તમન્ના સ્ટેજ પર આવતાની સાથે જ આખું સ્ટેડિયમ સીટીઓ અને પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by IPL (@iplt20)

તમન્ના બાદ રશ્મિકા મંદાના સ્ટેડિયમમાં પોતાના પરફોર્મન્સથી આગ લગાવવા આવી હતી. તેના પરફોર્મન્સ પહેલા રશ્મિકાએ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની સ્થિતિ વિશે પૂછ્યું, તે પછી તેને તેનું શાનદાર પર્ફોમન્સ શરૂ કર્યું હતું. તેને નાટુ નાટુ જેવા ગીતો પર ધમાકેદાર ડાન્સ કરીને લોકોને દીવાના બનાવી દીધા હતા.

Niraj Patel