આ ચમત્કારી મંદિરનું પાણી પિતાની સાથે જ ગંભીર બીમારીઓથી મળે છે મૂક્તિ

બીમારી વ્યક્તિ માટે અમૃત છે આ પાણી, જ્યારે સ્વસ્થ વ્યક્તિ માટે છે ઝેર

આમ તો ભારતમાં અયોધ્યાથી લઈને કાશી વિશ્વનાથ અને રામેશ્વરથી લઈને બદ્રિનાથ સુધીના અનેક જગ પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. જે હજારો વર્ષોથી ભક્તો માટેની આસ્થાના પ્રતિક છે. પરંતુ તેમાના કેટલાક મંદિરમાં એવા ચમત્કારો જોવા મળે છે જેનુ રહસ્ય આજે પણ વણ ઉકેલ્યું છે. આજે અમે જે મંદિર વિશે વાત કરી રહ્યા છીએ તેનું રહસ્ય પણ કઈંક એવુ જ છે. જેને જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો.

આ મંદિરનું પાણી પીતાની સાથે જ ગંભીર બીમારીઓ જતી રહે છે. આ મંદિર આવેલુ છે તમિલનાડુંમાં. આ મંદિરનું નામ છે મારુડેશ્વર. આપણા પૂર્વજો ચિકિત્સા અને રસાયણ શાસ્ત્રમાં કેટલા માહિર હતા તેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે આ મંદિર. આ મંદિરને ઓષધેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તમિલનાડુંના થિરુકાચુર ગામમા આવેલા આ શિવ મંદિરમાં હજારોની સંખ્યામાં લોકો દર્શને આવે છે. આ મંદિરમાં ભગવાન શંકરને મારુંડેશ્વર તરીકે પૂજવામાં આવે છે.

મારુંડનો મતલબ થાય છે ચિકિત્સા, મારુંડેશ્વર અર્થાત ચિકિત્સાના ભગવાન અને મારુંડેશ્વર મંદિર એટલે ચિકિત્સાનું મંદિર. શાસ્ત્રોમાં આપેલા વર્ણન મુજબ માતા સતીની ત્વચા અંજનક્ષી રુ્દ્રગિરિ પર્વત પર પડી હતી. આ જ પર્વત પર આ ચમત્કારી મંદિર આવેલુ છે. આ અંગે એક એવી લોકવાયકા છે કે એક વખત ભગવાન ઈન્દ્ર સહિત અનેક સ્વર્ગના દેવતા બીમાર પડ્યા. ત્યારે બધા દેવતાઓએ આ સ્થળે ભગવાન શિવની આરાધના કરી. ત્યારબાદ ભગવાન શિવના આદેશ બાદ દિવ્ય ચિકિત્સક અશ્વની દેવે આ જ સ્થળે તમામા દેવતાઓની સારવાર કરી હતી જ્યાં આ મંદિર આવેલુ છે.

આ મંદિર અંગે જે પણ માહિતી સામે આવી છે તેમા સ્પષ્ટ છે કે અહીં રોગોની સારવાર કરવામાં આવતી હતી. અહીં જતા ભક્તોનું કહેવુ છે તે આ મંદિરની માટી અને પાણીના ઉપયોગથી અનેક રોગો નાશ પામે છે. અહીં એક ભૂમિગત કૂવો આવેલો છે જે હજી પણ પાણીથી ભરેલો છે. ત્યાં સુધી પહોંચવા માટે તમારે સીડીનો ઉપયોગ કરવો પડે છે. એવુ કહેવાય છે કે અહીં માત્ર સાધુ સંત જ જઈ શકે છે. આ અંગે એવુ પણ કહેવાય છે તે સાધુ સંતો ત્યાં જઈને રસ વિદ્યા એટલે કે ઔષધિયો પર અનુસંધાન કરે છે. એક રીતે જોઈએ તો આ સ્થળ એક લેબ એટલે કે પ્રયોગશાળાની જેમ હતું. એટલે જ આ સ્થળે બધા લોકોને જવાની પરવાનગી નથી.

એવુ કહેવાય છે કે આ સ્થળે દવાઓ તૈયાર કરવામાં આવતી હતી, જેના માધ્યમથી ગંભીર બીમારીથી પિડાતા લોકોની સારવાર કરવામાં આવતી હતી. આ જ કારણ છે કે આ હિન્દુ મંદિરનું નિયમિત સ્વરૂપ નથી. થોડા વર્ષો પહેલા આ જગ્યાને સામાન્ય લોકો માટે ખોલવામાં આવી હતી અને પછી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

આ મંદિરમાં એક ધ્વજ પદ છે જેમના વિશે એવુ કહેવાય છે કે તે કોઈ પ્રકારના રહસ્યમયી વિકિરણનું ઉત્સર્જન કરે છે. અહીંની માટીના ચમત્કારી માનવામાં આવે છે. જેનાથી ઘણી બીમારી ઠીક થઈ જાય છે લોકો આ માટીને પોતાની ઘરે લઈ જાય છે. આ ઉપરાંત ખેડૂતો પણ આ માટીને પોતાના ખેતરમાં નાખે છે.

અહીં જે સંત હતા તેમને વિવિધ જડીબૂટીઓને મિક્ષ કરીને દવા બનાવતા આવડતું હતું. તેમણે 9 રસાયણોનું મિશ્રણ કરીને એક વેલણાકાર ઔષધ લિંગમને પાણીમાં રાખ્યું. તેની રચના કી-હોલ જેવી હતી. તે એવા રસાયણમાંથી બનાવવામાં આવ્યું હતુ જે વ્યક્તિગત રીતે ખાવામાં આવે તો ઝેરી હોય છે પરંતુ જ્યારે તેનું મિશ્રણ કરવામાં આવે તો તેનાથી અનેક બીમારીઓ ઠીક થઈ જાય છે. જે રસાયણોના મિશ્રણથી ઓષધ લિંગમ બનાવવામાં આવ્યું તે ધીમે ધીમે પાણીમાં ભળે છે જેનાથી પાણીમાં ઉપચાર કરવાના ગુણો આવી જાય છે. આ જ કારણ છે કે આ સ્થળને ઔષધ તીર્થ કહેવામાં આવે છે.

આ અંગે સ્થાનિક લોકોનો દાવો છે કે આ પાણી પીવાથી અનેક બીમારીમાંથી છૂટકારો મળે છે. આ ઉપરાંત સ્વસ્થ લોકો માટે આ પાણી હાનિકારક છે. કારણ કે આ પાણી અસામાન્ય રીતે ભારે છે. હવે ભારે પાણીનો અર્થ સમજવા માટે આપણે વિજ્ઞાનનો સહારો લેવો પડશે, સામાન્ય પાણી એટલે H2O અને ભારે પાણીએ D2O. આ શિવલિંગમાં જે પાણી બને છે તે ભારે પાણી છે. તમને જણાવી દઈએ કે ભારે પાણીમાં હીલિંગ પ્રોપર્ટિઝ હોય છે. જો કેન્સરગ્રસ્ત પાણી પીવે તો ફાયદો થયા છે અને સ્વસ્થ વ્યક્તિ પીવે તો બીમારી પડી જાય છે.

YC