આ છે દુનિયાનું સૌથી અદભૂત તળાવ, જેણે પણ તેનું પાણી પીધુ થઈ ગયું મોત

આખું વિશ્વ અસંખ્ય રહસ્યોથી ભરેલું છે. માનવી આજ સુધી આ રહસ્યો વિશે વધારે કઈ જાણી શક્યો નથી. આજે અમે તમને આવા જ એક રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એક તળાવ સાથે સંબંધિત છે. જેનું રહસ્ય આજદિન સુધી કોઈ જાણી શક્યું નથી. ખરેખર, અમે દક્ષિણ આફ્રિકાના લિમ્પોપો પ્રાંતમાં સ્થિત એક ખતરનાક તળાવ વિશે વાત કરી રહ્યા છીએ. જે ફુન્દુજી તળાવ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ તળાવનું પાણી પીવે છે તે જીવતો બચતો નથી. કદાચ તે કોઈક રીતે બચી પણ જાય તો પણ તે જલ્દીથી મૃત્યુ પામે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પ્રાચીન સમયમાં અહીંથી પસાર થતા એક રક્તપિત્તથી પીડિતને અહીં રહેતા લોકો દ્વારા ભોજન અને રહેવાની ના પાડી દેવામાં આવી હતી. જે બાદ તેણે તે લોકોને શ્રાપ આપ્યો અને તે તળાવમાં પ્રવેશ કર્યો અને અદ્રશ્ય થઇ ગયો. કહેવાય છે કે વહેલી સવારે ડ્રમ વાગાવાના અવાજો તળાવની અંદરથી આવે છે. આ સાથે, પ્રાણીઓ અને લોકોની ચીસો પણ સંભળાય છે. લોકોમાં એવી માન્યતા પણ છે કે આ તળાવનું રક્ષણ પર્વતો પર રહેતો એક વિશાળ અજગર કરે છે, તેને ખુશ કરવા દર વર્ષે વેન્ડા આદિવાસીઓ એક નૃત્ય મહોત્સવનું આયોજન કરે છે, જેમાં અપરિણીત છોકરીઓ નૃત્ય કરે છે.

એવું માનવામાં આવે છે કે, આ તળાવનું નિર્માણ પ્રાચીન કાળમાં ભૂસ્ખલનને કારણે મુટાલી નદીનો પ્રવાહ રોકાઈ જવાને કારણે થયું હતું. હવે તે એક રહસ્ય રહ્યું છે કે આ તળાવનું પાણી સ્વચ્છ હોવા છતા પીનાર કેમ મૃત્યુ પામે છે. આ તળાવના પાણીનું રહસ્ય જાણવાનો પ્રયાસ અનેક વખત કરવામાં આવ્યો હતો, પરંતુ દરેક વખતે તપાસકર્તાઓ નિષ્ફળ રહ્યા હતા. એવું કહેવાય છે કે વર્ષ 1946 માં એન્ડી લેવિન નામની વ્યક્તિને આ તળાવના પાણીનું સત્ય જાણવા આવ્યો હતો.

તેણે ત્યાંથી પાણી અને કેટલાક છોડ લીધા અને ચાલ્યો ગયો, પરંતુ અચાનક જ તે રસ્તો ભૂલી ગયો. તેની સાથે આવું ઘણી વખત થયું. જ્યારે એન્ડી લેવિને પાણી અને છોડ ફેંકી દીધા, ત્યારે તેણે સાચો રસ્તો મળ્યો. જોકે, એક સપ્તાહ બાદ તેમનું મૃત્યુ થયું હતું. આ તળાવનું પાણી આજે પણ લોકો માટે રહસ્ય છે.

YC