આખરે JCB મશીનનો રંગ હંમેશા પીળો જ કેમ હોય છે? બહુ રસપ્રદ છે કારણ

JCB કંપનીની મશીનોને તમે જરૂરથી જોયા હશે. કંસ્ટ્રક્શન સાથે જોડાયેલા કામોમાં આ કંપનીની મશીનોનો ઉપયોગ દુનિયાભરમાં થાય છે. આ કંપનીના મશીનોની એક ખાસ વાત એ છે કે, તેનો રંગ પીળો હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તે પીળા રંગના શા માટે હોય છે, બીજા કોઈ કલરના કેમ નથી હોતા?

JCB પીળા રંગ વિશે જાણતા પહેલા આપણે કંપનની વિશે થોડી અનોખી વાતો જાણી લઈએ. તમને જણાવી દઈએ કે, JCB બ્રીટનની મશીન બનાવતી કંપની છે, તેનું વડુ મથક ઈંગ્લેન્ડના સ્ટૈફર્ડશાયર શહેરમાં આવેલુ છે. તેના પ્લાન વિશ્વના ચાર મહાદ્વિપમાં છે. JCB વિશ્વનું પહેલુ એવુ મશીન છે જે કોઈ પણ નામ વિના 1945માં લોન્ચ થયું હતું. તેને બનાવનારે ઘણા દિવસો સુધી તેમના નામને લઈને વિચાર કર્યો, પરંતુ કોઈ સારૂ નામ ન મળવાને કારણે તેનું નામ તેને બનાવનાર જોસેફ સાયરિલ બમફોર્ડ જ રાખી દેવામાં આવ્યું.

તમને જાણીને નવાઈ લાગશે કે જેસીબી પહેલી એવી બ્રીટનની ખાનગી કંપની હતી જેણે ભારતમાં તેમની ફેક્ટરી શરૂ કરી હતી. આજના સમયે ભારત જેસીબી મશીનની સમગ્ર વિશ્વમાં સૌથી વધુ નિકાશ કરે છે. વર્ષ 1945માં જોસેફ સાયરિલ બમફોર્ડે સૌથી પહેલુ મશીન એક ટિપિંગ ટ્રેલર(માલવાહક) બનાવ્યું હતું. જે તે સમયે બજારમાં 45 પાઉન્ડ એટલે કે આજના હિસાબે લગભગ 4000 રૂપિયામાં વેચાયુ હતું.

તમને જણાવી દઈએ કે, વિશ્વનું સૌથી પહેલું અને સૌથી ઝડપી ટ્રેક્ટર ‘ફાસ્ટ્રેક’ જેસીબી કંપનીએ જ વર્ષ 1991માં બનાવ્યું હતું. નોંધનિય છે કે, આ ટ્રેક્ટરની મહત્તમ સ્પિડ પ્રતિ કલાક 65 કિલોમીટરની હતી. આ ટ્રેક્ટરને ‘પ્રિન્સ ઓફ વેલ્સ’ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે, વર્ષ 1948માં જેસીબી કંપનીમાં માત્ર 6 લોકો કામ કરતા હતા, પરંતુ આજના સમયે આ કંપનીમાં સમગ્ર વિશ્વમાં લગભગ 11 હજાર કર્મચારીઓ કામ કરે છે.

તમને જણાવી દઈએ કે, શરૂઆતમાં જેસીબી મશીનો સફેદ અને રેડ કલરની બનાવવામાં આવતી હતી, પરંતુ પછીથી તેમનો રંગ પીળો કરી દેવામાં આવ્યો. વાસ્તવમાં આની પાછળનો તર્ક એવો છે કે આ રંગને કારણે જેસીબી ખોદકામ સ્થળ પર સરળતાથી જોઈ શકાય છે, પછી ભલે તે દિવસ હોય કે રાત. આના કારણે લોકોને ખબર પડી જાય છે કે આગળ ખોદકામનું કામ ચાલી રહ્યું છે.

Niraj Patel