ભીખ માંગી માણસ એક દિવસમાં કેટલુ કમાઇ લે ? ઇન્ફ્લુએન્સરે ભિખારી બની અલગ અલગ જગ્યાએ જઇ માગ્યા પૈસા- વીડિયોમાં બતાવી પૂરી કમાણી…

ભિખારીઓની કોઈ ફિક્સ આવક નથી હોતી, તેઓ ફક્ત દયાળુ લોકોની દયા પર જ ટકી રહે છે કારણ કે રોજ તો વ્યક્તિ ભિખારીઓને પૈસા નથી આપતા હોતા… આવી સ્થિતિમાં, ભિખારીઓની દૈનિક આવક જાણવા માટે એક વ્યક્તિએ ફાટેલા અને ગંદા કપડાં પહેરી ભીખ માંગવાનું શરૂ કર્યું. જેના પછી લોકો તેના આખા દિવસના સંગ્રહને જોઈને બહુ આશ્ચર્ય ન પામ્યા. કારણ કે તેની દૈનિક આવક ત્રણ આંકડા પણ પાર નહોતી કરી શકી.

ભીખ માંગવાની પોતાની સફર દરમિયાન વ્યક્તિ ટ્રાફિક સિગ્નલ, રસ્તા, રેલ્વે સ્ટેશન, મોલ અને ઘણા ભીડવાળા વિસ્તારોમાં પહોંચે છે. જ્યાં તેને અપેક્ષા મુજબ પૈસા મળતા નથી. આ વીડિયોની શરૂઆતમાં તે માણસ કહે છે કે આજે આપણે જોઈશું કે એક ભિખારી એક દિવસમાં કેટલા પૈસા કમાય છે. તે પછી તે પહેલા ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગવા જાય છે. જ્યાં તેને શરૂઆતના 30 થી 40 મિનિટ ભીખ માંગ્યા પછી પણ કોઈ આવક મળતી નથી.

પછી તે એક મંદિરની બહાર બેસે છે, જ્યાં એક માણસ તેને 10 રૂપિયા આપે છે. આ પછી એક આન્ટી તેને 30 રૂપિયા આપે છે. આ પછી મંદિર પર વધુ 10-10 રૂપિયા મળ્યા બાદ જ્યારે એક અંકલે તેને ત્યાંથી જવાનું કહ્યું ત્યારે ભિખારી મોલની સામે ભીખ માંગવા ગયો. જ્યાં બે મહિલાઓએ તેને 10-10 રૂપિયા આપ્યા. આ સિવાય તેને એક પૈસો પણ મળ્યો નહીં. આ પછી આખરે તે રેલ્વે સ્ટેશન પહોંચ્યો, જ્યાં તેને 10 રૂપિયા વધુ મળે છે.

આ 59 સેકન્ડની ક્લિપના અંતે આખા દિવસની ભીખ માંગવાથી તેની પાસે કુલ 90 રૂપિયા જ ભેગા થયા. આ રૂપિયાને તે એક ગરીબ દાદીને દાન કરીને ચાલ્યો જાય છે ને ક્લિપ સમાપ્ત થાય છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરતા @moosazindahai નામના યુઝરે લખ્યું – ભીખ માંગવાની રીત થોડી કેઝ્યુઅલ છે.

 

View this post on Instagram

 

A post shared by Subhadeep Paul (@moosazindahai)

Previous Article

સૈફ અલી ખાન કેસમાં મોટો ખુલાસો, પોલિસે જે શંકાસ્પદની ધરપકડ કરી તે...

Next Article

મહાકુંભમાં છવાયા 'કબૂતર વાલે બાબા' , 9 વર્ષથી બેઠું છે કબૂતર, ખાતા-પિતા, સુતા હંમેશા રહે છે સાથે ,જુઓ વાયરલ વીડિયો

error: Protected Content!