અમીર છોકરાઓને ફસાવવા માટે ઇન્ફ્લુએન્સરે બતાવી ટ્રિક, કહ્યુ- દિલ આપવા નહિ પણ બિલ આપવા હોય છે આવા છોકરાઓ…

‘આવા છોકરાઓ બિલ આપવા માટે હોય છે, દિલ આપવા માટે નહિ..’ મહિલા ઇન્ફ્લુએન્સરના વીડિયો પર બવાલ

ઇન્સ્ટાગ્રામ પર ઘણા ઇન્ફ્લુએન્સર છે જેઓ કંટેટ ક્રિએશન માટે જાણીતા છે. એવું જ એક નામ છે પ્રિયંકા ત્યાગી. જો કે, પ્રિયંકાના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. તેની એક ઇન્સ્ટાગ્રામ રીલમાં તેણે એ ટ્રિક કહેવાની કોશિશ કરી કે જો એક મોંઘી ક્લબમાં બીલ પોતે ચૂકવવા ન પડે તો પૈસાદાર છોકરાને મુર્ગો કેવી રીતે બનાવી શકાય. પ્રિયંકાએ આખા વિડિયોમાં પ્રેક્ટિકલી પણ બતાવ્યું છે.

અમીર છોકરાઓને કેવી રીતે ફસાવવા ?

આ વીડિયોને ‘રુચિ કોકચા’ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો અને લખવામાં આવ્યુ કે આ પ્રિયંકા ત્યાગી છે, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયન (10 લાખ) ફોલોઅર્સ છે. તે તેના બિલ ચૂકવવા માટે કોઈ વ્યક્તિને તેના જાળમાં કેવી રીતે ફસાવી તે અંગેના ટ્યુટોરિયલ્સ આપી રહી છે. રીલને 4.3 મિલિયન વ્યુઝ પણ મળ્યા છે. તેણે આગળ લખ્યું – જો કોઈ માણસ આ પ્રકારનું કામ કરવાની વાત કરે છે, તો તમે આક્રોશની કલ્પના કરી શકો છો.

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે બનાવી રીલ

આપણા કાયદામાં મહિલાઓ માટે ઘણી બધી જોગવાઈઓ છે, જેઓ આવું કરવાનો પ્રયાસ કરનારા પુરૂષો સામે એકથી વધુ કેસ દાખલ કરી શકે છે, પરંતુ એવી સ્ત્રીઓ માટે કોઈ જોગવાઈ નથી જે પુરુષોને સંબંધની ખોટી આશાઓ આપીને તેમના પૈસાની છેતરપિંડી કરે છે. શું સમાન કાનૂનનો સમય આવી ગયો છે ? રુચિ કોકચાએ વીડિયો શેર કર્યા બાદ પોસ્ટ પર કોમેન્ટ્સનું પૂર આવ્યું. એક યુઝરે લખ્યું કે આ બહુ જૂની અને સામાન્ય ટ્રીક છે. મને તે છોકરાઓ માટે ખરાબ લાગે છે જેઓ આમની જાળમાં ફસાઈ જાય છે.

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

ત્યાં બીજા એક યુવકે લખ્યું- જો તેનાથી વિપરીત કોઈ છોકરાએ આવો વીડિયો બનાવ્યો હોત તો તેની સાથે શું ન થાત. પણ ઘણા લોકો આ વીડિયોને મજાક તરીકે લઈ રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- તેને મજાક તરીકે બનાવવામાં આવ્યો હશે. આ એક બિન-ગંભીર રીલ છે. અન્ય વ્યક્તિએ લખ્યું છે – આ એક કોમેડી રીલ છે અને તમે તેને ખૂબ ગંભીરતાથી લીધી છે.

Shah Jina