500 રૂપિયા ના આપવા ઉપર ગુસ્સે ભરાયેલા પોલીસકર્મીએ બાઈક સવારને મારી લાત, વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

ઘણીવાર રોડ ઉપર આપણે બાઈક કે કોઈ વાહન લઈને જતા હોઈએ છીએ ત્યારે ટ્રાફિક પોલીસ આપણને રોકે છે, ઘણીવાર આપણી ભૂલ હોય છે અને આપણને કાયદેસર દંડ ભરવા માટે કહેવામાં આવે છે, તો ઘણીવાર ભૂલ ના હોવા છતાં પણ પોલીસકર્મીઓ તોડ-પાણી કરાવવાના મૂડમાં હોય છે અને પૈસાની માંગણી કરતા હોય છે.

સોશિયલ મીડિયામાં હાલ એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પોલીસકર્મી એક બાઈક સવાર યુવકને લાત મારતો જોવા મળી રહ્યો છે. આ ઘટના બની છે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં. ગત રવિવારના બપોરે ઇન્દોરના મહારાણી રોડ ઉપર જયારે ત્રણ લોકો બાઈક ઉપર રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હતા.

જેના બાદ એક બાઈક ઉપર ત્રણ લોકોને બેઠેલા જોઈને ASI એચજી પાંડેએ તેમને ઉભા રાખીને કાગળિયા બતાવવા માટે કહ્યું. જેના ઉપર બાઈક ચલાવી રહેલો રામેશ્વર યાદવ માથાકૂટ કરવા લાગ્યો. યુવક દ્વારા ગુસ્સે કરવા ઉપર એએસઆઇએ તેને માર્યો. જેના બાદ 100 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરવામાં આવી અને તેને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો.

યુવકનો આરોપ છે કે એએસઆઈએ તેની પાસે 500 રૂપિયાની માંગણી કરી હતી રૂપિયા ના આપવા ઉપર તેનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો. વીડિયો વાયરલ થયા બાદ એસપી આશુતોષ બાગરીએ ટ્રાફિક એએસઆઈ હરગોપાલ પાંડેને લાઇન એટેચ કરી દીધા છે. સાથે જ CSPને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

તો આ બાબતે ઘટના સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે જો ત્રણ સવારી હોય તો ASIએ મેમો ફટકારવો જોઈતો હતો. માર મારવો અને દુર્વ્યવહાર કરવો ખોટું છે. પોલીસને આ રીતે લાતો મારવાનો અધિકાર નથી. સોશિયલ મીડિયા પર પણ વીડિયો પર કોમેન્ટ કરીને લોકો ASIના આ કૃત્યને ખોટું કહી રહ્યા છે

Niraj Patel