પેટીએમમાં મોટી પોસ્ટમાં કામ કરનાર આ વ્યક્તિએ કર્યો આપઘાત, પત્નીએ કર્યો ખુલાસો

મધ્યપ્રદેશના ઇંદોરમાં જાણિતી કંપની Paytm ના કર્મચારીએ ખૌફનાક કદમ ઉઠાવ્યુ. એવું કહેવામાં આવી રહ્યુ છે કે તેને નોકરી જવાનો ડર સતાવી રહ્યો હતો અને આ દબાણમાં આવી તેણે આપઘાત કરી લીધો. છેલ્લા દિવસોમાં સોશિયલ મીડિયાથી લઇને તમામ જગ્યા પર Paytm કંપનીના બંધ થવાની ચર્ચા ચાલી રહી છે. એવામાં તેણે કંપની બંધ થવાની આશંકામાં આ કદમ ઉઠાવ્યુ.

મામલાની જાણકારી આપતા લસૂડિયા પોલિસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યુ કે, સ્કીમ નંબર 78માં રહેતા 40 વર્ષિય ગૌરવ ગુપ્તાએ ફાંસી લગાવી લીધી છે, તેણે આવું કેમ કર્યુ તેનું કોઇ ચોક્કસ કારણ સામે નથી આવ્યુ પણ એવું કહેવામાં આવી રહ્યુ છે કે છેલ્લા કેટલાક દિવસોથી Paytm ના બંધ થવાની ચર્ચા બધી જગ્યાએ થઇ રહી હતી અને તેને કારણે પરેશાનીમાં તેણે આવું કર્યુ હોવાનું પ્રાથમિક કારણ છે.

File Pic

ગૌરવ પાસેથી કોઇ સુસાઇડ નોટ નથી મળી આવી. પોલિસ આ મામલાની તપાસમાં જોડાઇ છે. પત્નીએ પોલિસને કહ્યુ કે ગૌરવ કેટલાક દિવસથી જોબને લઇને ડિપ્રેશનમાં હતા, તેમને નોકરી જવાનો ડર હતો. આશંકા છે કે આ કારણે જ તેણે આપઘાત કર્યો છે. ગૌરવના પરિવારમાં તેની પત્ની સિવાય બે દીકરીઓ છે. મામલાને લઇને કોંગ્રેસ નેતા જીતૂ પટવારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

ઇન્દોરના લસૂડિયા પોલિસ સ્ટેશન વિસ્તારના રહેવાસી ગૌરવ ગુપ્તાએ 40 વર્ષની ઉંમરે જાનલેવા પગલુ ભર્યુ. તે સ્કીમ નંબર 78માં રહેતો હતો અને Paytm માં ફીલ્ડ મેનેજર તરીકે કામ કરતો હતો. જાણકારી અનુસાર, ગૌરવ ગુપ્તાએ 25 ફેબ્રુઆરી રવિવારે ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલિસ પહોંચી હતી અને તે બાદ મૃતદેહ કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

Shah Jina