MBBS ભણતી નેહાનો ભાઈ ચિપ્સ લેવા ગયો અને બહેને આ ભૂલ કરી તો મળ્યું મોત…

વિશ્વાસ નથી આવતો આ MBBS સ્ટુડન્ટ હવે દુનિયામાં નથી રહી…જો તમે તમારા બાળકને ફોન આપતા હોય તો આ કિસ્સો જરૂર વાંચજો…

સાગર બુંદેલખંડ મેડિકલ કોલેજની MBBS ત્રીજા વર્ષની વિદ્યાર્થીનીની ઇંદોરમાં સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થઇ ગઇ છે. પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે સેલ્ફી લેતા સમયે સંતુલન બગડવાથી આ ઘટના બની છે. પોલિસ આ મામલે તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ મોતના કારણનો ખુલાસો થશે.

આ ઘટના ઇન્દોરના રાજેન્દર નગર વિસ્તારનો છે. 22 વર્ષની મૃતક નેહા આરસે વેકેશન પર ઘરે આવી હતી અને તે અને તેનો કઝિન ભાઇ ફરવા માટે નીકળ્યા હતા. બંને પ્રતીક સેતુ પર પહોંચ્યા અને કેટીલીક વાર સુધી ત્યાં  ઊભા રહ્યા. તેનો ભાઇ ચિપ્સ લેવા ગયો

અને જયારે તેણે પાછા આવીને જોયુ તો તે બ્રિજથી નીચે પડી ગઇ હતી. યુવતિનો ભાઇ તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો, જયાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. જોકે, હાલ તો મોતનુ કારણ ખબર પડી નથી, પરિવારના સભ્યોને પણ આ વિશે સ્થિતિ હાલ સ્પષ્ટ નથી. કેટલાક પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે, સેલ્ફી લેતા સમયે તેનું સંતુન બગડતા તે બ્રિજથી નીચે પડી ગઇ હશે.

હાલ તો પોલિસ બે એન્ગલથી આ ઘટનાની તપાસ કરી રહી છે. એક્સિડન્ટ અને આત્મહત્યા. પરિવાર આત્મહત્યાની તો ના કહી રહ્યો છે. હાલ તો પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોવાઇ રહી છે.વધુ માહિતી રિપોર્ટ આવે પછી ખ્યાલ આવી શકે છે પોલીસ આ મામલે અલગ અલગ રીતે સમગ્ર ઘટના ની તાપસ કરી રહી છે કે હકીકત માં શું બન્યું હશે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

Shah Jina