રસ્તા વચ્ચે ટલ્લી છોકરીઓની ગુંડાગર્દી, ચારે મળી એકને ખુલ્લેઆમ માર્યો માર- વીડિયો થયો વાયરલ

દારૂ ઢીંચીને છોકરીઓ કરી ગુંડાગર્દી, એકલી છોકરીને ખૂબ માર્યો માર, વીડિયો જોઈને લોકો બોલ્યા આ જ છે માં-બાપના સંસ્કાર

મિની મુંબઈ કહેવાતુ ઈન્દોર નાઈટ માર્કેટ કલ્ચર તરફ આગળ વધી રહ્યું છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં પબ કલ્ચર ઝડપથી ફેલાઈ રહ્યું છે. નશામાં ધૂત યુવક-યુવતીઓ અવારનવાર રસ્તા પર હંગામો મચાવતા જોવા મળે છે.ત્યારે હાલમાં વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રસ્તા પર યુવતીઓ વચ્ચેની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ચાર નશામાં ધૂત યુવતીઓ એક યુવતીને ઘેરીને મારપીટ કરતી જોવા મળે છે. એલઆઈજી ઈન્ટરસેક્શન પર હુમલાની આ ઘટના 4 નવેમ્બરની હોવાનું કહેવાઇ રહ્યુ છે.

પીડિતાએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી છે. ઈન્દોરમાં ચાર છોકરીઓએ મળીને એક છોકરીને રસ્તા વચ્ચે માર માર્યો હતો. તેને લાતો અને મુક્કાઓ વડે તેમજ બેલ્ટ વડે પણ માર મારવામાં આવ્યો. આટલું જ નહીં તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો. આ દરમિયાન રસ્તા પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોકો તમાશો જોતા રહ્યા અને વીડિયો બનાવતા રહ્યા, પરંતુ કોઈએ છોકરીને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં.

પીડિતાએ આ અંગે MIG પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસ હવે હુમલો કરનાર યુવતીઓને શોધી રહી છે. ટીઆઈ અજય વર્માના જણાવ્યા અનુસાર, પ્રિયા વર્મા નિવાસી નહેરુ નગર શુક્રવારે રાત્રે આરજે કચોરીની સામે ચા પીવા માટે આવી હતી.એકબીજાની સામે જોવાની વાત પર તેની સામે ઉભેલી યુવતીઓ સાથે ઝઘડો થયો. જે પહેલા દલીલમાં અને પછી લડાઈમાં ફેરવાયો.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચાર યુવતીઓએ પ્રિયા વર્મા નામની યુવતીને રસ્તા પર ઢોર માર માર્યો હતો.

પછી લાત અને મુક્કા મારવા લાગ્યા. વાળ પણ ખેંચ્યા અને યુવતીને બેલ્ટ વડે પણ માર માર્યો. જ્યારે એક યુવતી તેનો ફોન તોડતી જોવા મળી. રાત્રે માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં હુમલો કરનાર તમામ યુવતીઓ સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. તમામ આરોપી યુવતીઓ મહુ અને તેની આસપાસના વિસ્તારની હોવાનું કહેવાય છે.

Shah Jina