આગની લપટો વચ્ચે આ ભાઈ બનાવે છે ફાયર ઢોસા, જોઈને તમે પણ હચમચી ઉઠસો, પછી આવી જશે મોઢામાં પાણી

સોશિયલ મીડિયા ઉપર ઘણા વીડિયો સતત વાયરલ થતા હોય છે. તેમાં પણ ખાણીપીણીને લગતા વીડિયોને તો વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી, કારણ કે ખાવાના શોખીન તો દુનિયાભરમાં ફેલાયેલા છે અને તેમાં પણ ભારતીયોની તો વાત જ શું કરવી. હાલ સોશિયલ મીડિયામાં એક ઢોસાવાળાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, અને આ વીડિયો તેના બનાવવાના અંદાજના કારણે વાયરલ થયો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર એક વ્યક્તિ ઢોસા બનાવી રહ્યો છે, પરંતુ તે કોઈ સામાન્ય ઢોસા નથી, ફાયર ઢોસા છે. ઘણા લોકોએ આ નામ પણ પહેલીવાર સાંભળ્યું હશે. આ ફાયર ઢોસા બનાવવા માટે તે ઢોસાની પેનની નીચે આગ લગાવે છે અને ફેન દ્વારા આગની લપેટો પણ ઘેરાઈ વળે છે.

આ ઢોસા ઇન્દોરમાં બને છે, સાથે ઢોસા બનાવવા વાળો તેની કિંમત પણ જણાવી રહ્યો છે તે પ્રમાણે આ ઢોસાની કિંમત 180 રૂપિયા છે. પરંતુ જયારે બનીને આ ઢોસો તમારા હાથમાં આવશે ત્યારે તેને ખાઈને તમારા પુરા પૈસા વસુલ જરૂર થવાના છે. કારણ કે આ ઢોસો જોઈને જ લાગે છે કે તે ખુબ જ ટેસ્ટી છે.

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

વીડિયોની અંદર તે કેવી રીતે ઢોસા બનાવી રહ્યો છે તે પણ જણાવવામાં આવ્યું છે, સાથે સાથે આ ઢોસાની અડનાર એટલું બધી ચીઝ નાખવામાં આવે છે કે જોઈને જ મોઢામાં પાણી ફરી વળે. તમને પણ આવા ઢોસા જરૂર પસંદ આવશે.

Niraj Patel