શાહરુખ ખાનના ઈન્ડોનેશિયન ચાહકે આ ગીતને કર્યું રીક્રીએટ, કર્યો શાહરુખ ખાનનો આઇકોનિક પોઝ, વીડિયો થયો વાયરલ

બોલીવુડના બાદશાહ કહેવાતા અભિનેતા શાહરુખ ખાન કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે. છતાં પણ તેની લોકપ્રિયતા અને ફેન ફોલોઇંગમાં જરા પણ કમી નથી આવી. લાંબા સમય બાદ શાહરુખ ખાન ફિલ્મ પઠાણ દ્વારા કમબેક કરવા જઈ રહ્યા છે. શાહરુખ ખાન બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે પણ તેના ચાહનારાઓ દુનિયાના ખૂણે ખૂણે રહેલા છે. તેની ફિલ્મોને ભારતની સાથે સાથે અન્ય દેશોમાં પણ પસંદ કરવામાં આવે છે. શાહરુખ ખાનને રોમેન્ટિક કિંગ પણ કહેવામાં આવે છે એવામાં તેના ચાહકો પણ તેની જેમ જ રોમેન્ટિક હીરો બનવાની ઈચ્છા રાખે છે.

એવામાં એવી જ એક ઇન્ડોનેશિયાની વિના ફેન નામની યુવતી સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે શાહરૂખની ખુબ મોટી ચાહક જણાવવામાં આવી રહી છે. વિના ફેન એક ઈન્ડોનેશિયન યુટ્યુબર છે અને તેનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. વિના ફેને શાહરુખની ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ના ગીત ‘તુમ્હી દેખો ના’ને રીક્રીએટ કર્યુ છે.વિના ફેને પોતાનો આ વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે.વીડિયોમાં શાહરુખ ખાન અને રાની મુખર્જીના અભિનીત ગીતના સીન ટુ સીન રીક્રીએટ કરવામાં આવેલા છે.

આ રીક્રીએટ વીડિયોમાં વિના સાથે એક અન્ય યુવક પણ દેખાઈ રહ્યો છે.  વિડીયો જોઈને લાગી રહ્યું છે કે વીના ફેન રાની મુખર્જીની ભૂમિકામાં અને યુવક શાહરુખ ખાનના કિરદારમાં છે. વીડિયોમાં તે વ્યક્તિ  શાહરૂખનો આઇકોનિક પોઝ પણ કરે છે જે હંમેશા શાહરુખ ખાન પોતાની ફિલ્મોમાં કરે છે. વીડિયોમાં સીન્સથી લઈને આઉટફિટ અને લોકેશનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે જે ઓરીજનલ ગીતને એકદમ મેચ થાય છે.

વીડિયોને અત્યાર સુધીમાં 3 કરોડથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે અને તેને ખુબ પસંદ કરવામાં આવ્યો છે અને લોકો દ્વારા ખુબ કમેન્ટ્સ કરવામાં આવી છે. ઘણા લોકોએ ઓરીજીનલ ગીતની હૂબહૂ કોપી કરવા બદલ વિનાની પ્રંશસા પણ કરી છે. જણાવી દઈએ કે આ પહેલી વાર નથી કે વિનાએ બૉલીવુડ સોન્ગનું આવું રીમેક કર્યું હોય, પહેલા પણ તે બોલીવુડના ઘણા સોન્ગને રીક્રીએટ કરી ચુકી છે.

Krishna Patel