ગુજરાતમાં અહીં બનશે દેશનો સૌથી મોટો મોલ- જાણો શું હશે ખાસિયત

દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યુ અને ક્રિકેટ સ્ટેડિયમ પછી ગુજરાતમાં દેશનો સૌથી મોટો મોલ બનશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં લુલુ ગ્રુપ તરફથી અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવાનું એલાન કરવામાં આવ્યુ છે. ગ્રુપે સમિટમાં ચાર હજાર કરોડ રૂપિયાના રોકાણની ઘોષણા કરી છે. ગુજરાતની આર્થિક કેપિટલ મનાતા અમદાવાદમાં અત્યારે આલ્ફા વન સૌથી મોટો મોલ છે, જે 12 લાખ સ્કેવર ફૂટમાં ફેલાયેલો છે, જેના નિર્માણ પર 350 કરોડ ખર્ચ થયા હતા. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ

લુલુ ગ્રુપ તરફથી કહેવામાં આવ્યુ છે કે મોલનું નિર્માણ કાર્ય 2024માં શરૂ થઇ જશે. આ મોલ અમદાવાદના એસપી રિંગ રોડ પાસે બનવાની ઉમ્મીદ છે. વાઇબ્રન્ટ સમિટમાં ગ્રુપના ચેરમેન યુસુફ અલીએ આ મહત્વની ઘોષણાનું એલાન કર્યુ. અમદાવાદમાં બનનાર આ મોલમાં દુનિયાના બધા મોટા બ્રાંડને ઉપલબ્ધ કરાવવા સાથે એક વર્લ્ડ ક્લાસ મનોરંજન સ્થળ તરીકે ડેવલપ કરવામાં આવશે. આ મોલમાં મોટુ પાર્કિંગ, મલ્ટીપ્લેક્સ સાથે લોકોના મનોરંજનને વિકસાવવામાં આવશે.

લોકો માટે મોજ મસ્તીનું કેન્દ્ર બનશે મોલ

રાજ્ય સરકારને ઉમ્મીદ છે કે આ મોલના નિર્માણથી રાજ્યને સૌથી મોટા શહેર અને વિત્તીય કેન્દ્રથી તમામ જરૂરતો પૂરી થઇ શકશે. અમદાવાદ હેરિટેજ સીટી છે અને અહીં આવનાર પર્યટકોને એક જગ્યા પર બધી બ્રાંડ્સ મળી શકશે. લુલુના આ સૌથી મોટા મોલમાં 300થી વધારે દેશી અને વિદેશી બ્રાંડ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે. ગ્રુપનો દાવો છે કે વાઇબ્રન્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચના આયોજનો દરમિયાન આ મોલ લોકો માટે મોજ મસ્તીનું કેન્દ્ર બનશે.

મોલનો ફૂડ કોર્ટ પણ હશે સૌથી મોટો

આ મોલનો ફૂડ કોર્ટ પણ સૌથી મોટો હશે, જેમાં એકવારમાં 3000થી વધારે લોકો બેસી ગુજરાતીથી લઇને બીજા વ્યંજનોનો આનંદ માણી શકશે. મોલમાં 15 મલ્ટી પ્લેક્સની યોજના બનાવી છે. ગુજરાતીથી લઇને બોલિવુડ-હોલિવુડની ફિલ્મો પણ જોઇ શકાશે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ મોલમાં મોટા સાથે સાથે બાળકો માટે પણ મનોરંજન કેન્દ્ર વિકસિત કરી શકાશે. અત્યારે દેશનો સૌથી મોટો મોલ કોચ્ચિમાં છે, જે પણ લુલુ ગ્રુપે જ બનાવ્યો છે. તેમાં 225થી વધારે આઉટલેટ્સ છે. આ સાથે 100થી વધારે બ્રાંડ છે, અને ફૂડ કોર્ટની ક્ષમતા 2500 લોકોની છે.

Shah Jina