આ છે દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ, કયાં તૈયાર થઇ રહ્યો છે આ શાનદાર બ્રિજ ? જાણો ખાસિયત

દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ તૈયાર થઇ રહ્યો છે. આ બ્રિજનું નામ ન્યુ પંબન બ્રિજ છે. આ બ્રિજ આવતા વર્ષે એટલે કે વર્ષ 2022માં માર્ચ મહીના સુધી તૈયાર થવાની સંભાવના છે. તમને જણાવી દઇએ કે, આ બ્રિજ દેશનો પહેલો એવો રેલવે બ્રિજ છે, જે સમુદ્રના ઉપર વર્ટિકલ લિફ્ટના રૂપમાં બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજ પર રેલવેની ડબલ લાઇન નીકળશે.

આ બ્રિજની લંબાઇ 2 કિમીથી વધારે હશે. બ્રિજનું નિર્માણ કાર્ય માર્ચ 2022 સુધી પૂર્ણ થવાની સંભાવના છે. આ નવા બ્રિજને આધુનિક ટેક્નોલોજીની મદદથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. બ્રિજ પાસેથી નીકળનાર સમુદ્રી જહાજો માટે બ્રિજના મધ્ય ભાગને ઉપર ઉઠાવવામાં આવે.

બ્રિજના નિર્માણમાં લગભગ 280 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. નવા પંબન બ્રિજનું નિર્માણ રેલવે વિકાસ નિગમ લિમિટેડ કરી રહ્યુ છે અને આ દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે.

ઉલ્લેખનીય છે કે, આ બ્રિજ તમિલનાડુમાં તૈયાર થઇ રહ્યો છે. આ બ્રિજ રામેશ્વરમને તમિલનાડુથી જોડશે. રામેશ્વરમ સાથે ધનુષકોડીની યાત્રા પર જનાર યાત્રી પણ બ્રિજનો ઉપયોગ કરી શકશે. નવા બ્રિજના નિર્માણથી તમિલનાડુમાં પર્યટનને વધારો આપવામાં મદદ મળશે. જે લોકો તમિલનાડુમાં રામેશ્વરમ મંદિર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે આવશે તેમને આ બ્રિજ પરથી નીકળવાનું રહેશે.

આ પ્રોજેક્ટની આધારશિલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ચ 2019માં કન્યાકુમારીમાં રાખી હતી. આ બ્રિજમાં 18.3 મીટરના 100 સ્પૈન અને 63 મીટરનો એક નેવિગેશનલ સ્પૈન બનાવવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયે ટ્વીટ કરી આ બ્રિજના નિર્માણની તસવીરો શેર કરી છે, જે ખૂબ જ શાનદાર છે.

Shah Jina