હવે ATMમાંથી નીકળશે સોનુ, દેશમાં આ જગ્યાએ ખુલ્યું દુનિયાનું પહેલું ગોલ્ડ ATM, 0.5થી લઈને 100 ગ્રામ સુધી ખરીદી શકશો સોનુ

હવે શુદ્ધ સોનુ ખરીદવા નહિ જવું પડે સોનીનું દુકાનમાં, ખુલી ગયું દેશનું પહેલું GOLD ATM, આખા દેશમાં આટલા હજાર ATM ખોલશે કંપની, જુઓ તસવીરો

આપણા દેશમાં મોટાભાગના લોકોએ કોઈને કોઈ વાર એટીએમની મુલાકાત તો જરૂર લીધી હશે. આજે પોતાના એકાઉન્ટમાંથી પૈસા કાઢવા માટે લોકો ખાસ એટીએમનો જ ઉપયોગ કરતા હોય તો ઘણીવાર આપણે રેલવે પ્લેટફોર્મ કે કોઈ મોટા મોલમાં પણ એટીએમ જેવું વેન્ડર મશીન જોયું હશે જેમાંથી કોલ્ડ્રીંક, પાણીની બોટલ કે ખાવા પીવાની વસ્તુઓ નીકળી હોય, પરંતુ પહેલીવાર દેશમાં એવું એટીએમ બનાવવામાં આવ્યું છે જેમાંથી સોનુ નીકળે.

દુનિયાનું પહેલું ગોલ્ડ એટીએમ હૈદરાબાદમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ દુનિયાનું પહેલું એવું છે રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ છે. આ Goldcoin ATM ઉપયોગમાં સરળ છે અને 24×7 ઉપલબ્ધ છે. આ ગોલ્ડ એટીએમ દ્વારા તમે તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને સોનું ખરીદી શકો છો. તે અન્ય ATMની જેમ કામ કરે છે.

એટીએમમાંથી સોનું ખરીદવા માટે તમારે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની જરૂર પડશે. આ પછી તમારે સોનું ખરીદવા માટે આપેલ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પછી તમે કિંમત પસંદ કરો અને તમારા બજેટ પ્રમાણે સોનું ખરીદી શકો છો. ગોલ્ડસિક્કાએ કહ્યું છે કે આ ATMમાં મળેલી તમામ ગોલ્ડ કરન્સી 24 કેરેટ સોનું છે. સોનાના સિક્કા 0.5 ગ્રામથી 100 ગ્રામ સુધીના ડિનોમિનેશનમાં ઉપલબ્ધ છે. આ મશીનમાંથી 0.5 ગ્રામથી ઓછું અથવા 100 ગ્રામથી વધુ સોનું ખરીદી શકાતું નથી.

કંપનીના CEO C. Tarujના જણાવ્યા અનુસાર કંપની દેશભરમાં વધુ ATM ખોલશે. કંપની પેડ્ડાપલ્લી, વારંગલ અને કરીમનગરમાં પણ ગોલ્ડ એટીએમ ખોલવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત કંપની આગામી 2 વર્ષમાં ભારતભરમાં લગભગ 3,000 ગોલ્ડ એટીએમ ખોલવાની યોજના ધરાવે છે.

 

Niraj Patel