થમી નથી રહ્યો સિલસિલો, વધુ એક ભારતીય યુવકનું કેનેડામાં મોત ! વિન્ડસરમાં નાની મોટી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો

કેનેડામાં વધુ એક ભારતીય યુવકનું નિધન: મમ્મીએ વારંવાર ફોન કરતા રહ્યા પણ ન ઉપાડતા શંકા ગઈ, જાણો સમગ્ર મામલો

વિદેશમાંથી અવાર નવાર ગુજરાતીઓ કે ભારતીયોના મોતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં વધુ એક મામલો કેનેડામાંથી સામે આવ્યો છે. વિધવા માતાને આર્થિક સહાય માટે કેનેડા ગયેલો યુવાન કમાવાની સાથે પોતાની કારકિર્દી પણ બનાવી રહ્યો હતો. જો કે, અચાનક તેનું નિધન થતા માતા આઘાતમાં છે. મૃતકના કઝિન ભાઈ અનુસાર, સતિંદરસિંહ વિન્ડસરમાં નાની મોટી નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

જો કે, તેને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેણે જીવ ગુમાવ્યો. આ મામલે કેનેડામાં રહેતા તેના એક મિત્રએ પરિવારને જાણ કરી હતી. તે બાદથી પરિવારમાં શોકનું મોજુ ફેલાયુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ યુવક ભારતનાં પંજાબનો રહેવાસી છે. તે એક નાના ગામથી કેનેડા સુધી પોતાની કારકિર્દી આગળ વધારવા અને કમાણી કરવા ગયો હતો. જો કે, આ દરમિયાન હાર્ટ એટેકના કારણે તેને જીવ ગુમાવ્યો.

File Pic

જણાવી દઇએ કે, સતિંદર સિંહ દરરોજ સવારે તેની માતાને ફોન કરતો અને હાલચાલ પૂછતો. પરંતુ રવિવારે જ્યારે દીકરાનો ફોન ન આવ્યો તો માતાને ચિંતા થવા લાગી અને તેમણે સામેથી અનેક ફોન કર્યા પણ દીકરાએ ફોન ન ઉઠવતા વિધવા માતાને ચિંતા થવા લાગી. ત્યારે કેનેડામાં સતિંદરના એક મિત્રએ ફોન કર્યો. તેણે કહ્યું કે તમારા દીકરાનું તો ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવવાને કારણે નિધન થયું છે. આ સાંભળીને તો બે ઘડી માતાને વિશ્વાસ જ ન થયો અને આ પછી સંબંધીઓને જાણ કરાઇ.

File Pic

મૃતકના પિતાનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું. આ પછી પરિવારની તમામ જવાબદારી તેની માતા પર આવી ગઈ. જો કે, માતાને મદદ કરવા યુવક કેનેડા ગયો અને સતત મહેનત કરી રહ્યો હતો. પરંતુ અચાનક હાર્ટ એટેકથી જીવ ગુમાવતા વિધવા માતાનો સહારો છીનવાઇ ગયો.હાલ તો પરિજનોએ ભારત સરકાર પાસે મૃતદેહ ભારત પરત લાવવા માટે અપિલ કરી છે.

Shah Jina