ઓફિસમાં ઝઘડો કરતા કરતા આપ્યુ દિલ ! ભારતીય છોકરીએ કોરિયન સાથે કર્યા લગ્ન, કોરિયાના લગ્નમાં ભારતી છોકરીએ પહેરી સાડી, જોતા જ રહી ગયા લોકો
ઓફિસમાં ઝઘડાથી છોકરો-છોકરી પાસે આવી ગયા અને એકબીજાને દિલ આપી બેઠા. બંને ગુરુગ્રામમાં એક કોરિયન કંપનીમાં કામ કરતા હતા. છોકરો સાઉથ કોરિયાથી આવી ભારતમાં કામ કરી રહ્યો હતો, ત્યાં છોકરી પંજાબથી આવી ગુરુગ્રામમાં રહી રહી હતી. કોરિયન સાથે પ્રેમ થયા બાદ નેહાએ તેના પરિવારના વિરોધ છત્તાં જોંગસૂ સાથે લગ્નનો નિર્ણય લીધો. નેહા અને જોંગસુએ તેમની લવ સ્ટોરી તેમના એક યૂટયૂબ વીડિયોમાં શેર કરી છે.
તેમની પ્રેમ કહાની ફિલ્મી છે, જેમાં ઘણા ચઢાવ-ઉતાર આવ્યા. કહાની ત્યારે શરૂ થઇ જ્યારે કંપનીમાં જાન્યુઆરી 2017માં જોંગસુની એન્ટ્રી થઇ. નેહાું પહેલા તો જોંગસુની લંબાઇ પર ધ્યાન ગયુ. નેહાએ કહ્યુ કે, તેને લાગ્યુ જોંગસુ ઘણો લાંબો છે. જો કે, તેને ડિપાર્ટમેન્ટને લઇને કોઇ જાણકારી નહોતી. ત્યાં જોંગસુનું કહેવુ છે કે તે પહેલા ભારત વિશે બુકમાં વાંચતો હતો. જ્યારે પણ આ દેશ વિશે તે વિચારતો તેના ઝહેનમાં રંગીન તસવીરો આવતી.
તે અહીની સંસ્કૃતિથી ઘણો પ્રભાવિત થયો. કંપનીમાં આવ્યા બાદ તેની નજર એક છોકરી પર પડી, જે તેની લેફ્ટ સાઇડ પર બેસી હતી. પછી તે લંચ ટાઇમ બાદ બીજી એક છોકરી તેના ડેસ્ક પર આવી, જે નેહા હતી. ત્યારે જ જોંગસુએ વિચારી લીધુ કે તેની પહેલી પ્રાયોરિટી આ છોકરી છે, ના કે પહેલાવાળી. નેહાનું કહેવુ છે કે તે દિવસે તેણે હાફ ડે લીધો હતો અને જોંગસુ તેની જ ટીમમાં હતો. એક દિવસ જોંગસુએ નેહાને બહાર ખાવા માટે જવા કહ્યુ.
બંનેએ કેટલાક સમય પછી નોકરી બદલી લીધી અને રિલેશનશિપમાં આવ્યા. નેહાના પરિવારવાળાએ લગ્ન માટે છોકરા જોવાનું ચાલુ કરી દીધુ હતુ. તેમને લાગતુ હતુ કે દેશ અને સંસ્કૃતિ અલગ હોવાને કારણે બંનેના લગ્ન મુશ્કેલ છે. નેહાએ અરેન્જ મેરેજ માટે ઘણા છોકરાઓની મુલાકાત કરી, પણ પછી તેને આ બધુ અજીબ લાગ્યુ અને તેણે આખરે જોંગસુ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. એક દિવસ તેણે હિંમત કરી અને 2019માં તેના પિતાને બધુ કહી દીધુ. નેહાનો પરિવાર અંબાલામાં રહેતો.
ત્યાં તેણે જોંગસુની પરિવાર સાથે એક રેસ્ટોરન્ટમાં મુલાકાત કરાવી. જોંગસુ ત્યારે દિલ્લીમાં રહેતો હતો. જો કે, ઘરવાળા લગ્ન માટે ના માન્યા. 2022 વર્ષ આવી ગયુ અને આ વર્ષે જોંગસુ તેના દેશ પરત ફર્યો. ત્યારે બંને ઓનલાઇન વીડિયો ચેટ કરવા લાગ્યા અને તેમનો સંબંધ મજબૂત બન્યો. વર્ષ 2021માં બંનેએ હિંદુ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા અને પછી 2020માં નેહા કોરિયા રહેવા ગઇ અને ત્યાં જોંગસુ સાથે તેણે કોરિયાઇ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા.
View this post on Instagram
આ લગ્નનો પણ વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક ખાસ વસ્તુ હતી કે નેહાએ ત્યાં તેના કલ્ચરના હિસાબે ડ્રેસઅપ કર્યુ હતુ. નેહાએ સાડી પહેરી હતી અને આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ તેની ખૂબ પ્રશંશા કરી હતી.