પાકિસ્તાનમાં ગયેલા એક ભારતીય પરિવારે અજાણ્યા વ્યક્તિ પાસે માંગી મદદ, કારમાં બેસાડ્યા બાદ કર્યું એવું કામ… કે વીડિયો જોઈને રહી જશો હેરાન

દીકરીને ટેનિસ મેચ માટે પાકિસ્તાનમાં લઈને ગયો ભારતીય પરિવાર, અજાણ્યા વ્યક્તિ પાસે માંગી મદદ અને પછી… જુઓ વીડિયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી દુશ્મની ચાલતી આવી છે, જેને લઈને ઘણી જ ઘટનાઓ પણ તમને જોવા મળતી હોય છે, પાકિસ્તાન દ્વારા ઘણીવાર આતંકવાદી હુમલા કરવામાં આવે છે અને તેના કારણે ભારતીયોનું લોહી પણ ઉકળી ઉઠે છે અને પાકિસ્તાન પ્રત્યે નફરત લોકોના દિલમાં પેદા થતી પણ જોવા મળે છે. પરંતુ ભારતીયોના દિલમાં ક્યારેક પ્રેમ ભાવના પણ જોવા મળે છે, ત્યારે મનમાં સવાલ થાય કે શું પાકિસ્તાનીના દિલમાં પણ દયા અને પ્રેમ ભાવના હશે ?

આ વાતનો જવાબ આપતો એક ઉમદા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.  જેમાં એક ભારતીય પરિવાર પોતાની દીકરીની ટેનિસ મેચ માટે પાકિસ્તાન ગયો હતો અને ત્યાં એક સ્થાનિક રહેવાસી પાસે આ પરિવારે લિફ્ટ માંગી હતી, જેના બાદ તે વ્યક્તિએ તે પરિવારનું ખુબ જ ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. આ વીડિયોને તાહિર ખાન નામના એક ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોની શરૂઆત એક પાકિસ્તાની નાગરિક સાથે થાય છે. જેણે હૈદરાબાદના એક પરિવારને લિફ્ટ આપી છે. તાહિરે વીડિયો શેર કરવાની સાથે એ પણ શેર કર્યું છે કે આ ભારતીય પરિવાર ઇસ્લામાબાદમાં એક આંતરરાષ્ટ્રીય ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે જઈ રહ્યો હતો. આ જાણીને કે આ લોકો ભારતના છે તેમને ભાર આપીને કહ્યુ કે તે તેમની ઓફિસમાં આવે અને તેમની સાથે ભોજન કરે.

આ વીડિયોની અંદર આપણે એક ભારતીય પરિવારને પાકિસ્તાનમાં ભોજન કરતા પણ જોઈ શકીએ છીએ. આ વીડિયોને શેર કરવાની સાથે તાહિરે કેપશનમાં લખ્યું છે કે “હું ઈચ્છું છું કે મારા ભારતીય મિત્રો અને ફોલોઅર્સ આ વીડિયોને જુએ. એક ભારતીય પરિવાર જે પાકિસ્તાનમાં પોતાની દીકરીના ટેનિસ મેચ માટે ઇસ્લામાબાદ જઈ રહ્યો હતો.તે મારા સારા મિત્ર તાહિર ખાનને મળ્યા અને લિફ્ટ માંગી.”

Niraj Patel