તાલિબાનીઓએ તોડી નાખ્યા ભારતીય દૂતાવાસના તાળા, ઓફિસમાં જઈને આ ઉઠાવી ગયા- ખળભળાટ મચી ગઈ

અફઘાનિસ્તાનમાં હાલ અરાજકતાનો માહોલ વ્યાપેલો છે, આખો દેશ ભયના માહોલમાં જીવી રહ્યો છે. તાલિબાનીઓ દ્વારા હવે હુકુમત સ્થાપી દેવામાં આવી છે ત્યારે તાલિબાનીઓ હવે ઘણી સરકારી કચેરીઓને પણ પોતાના કાબુમાં લેવા લાગ્યા છે. અને હવે તેમને ભારતીય દૂતાવાસના તાળા પણ તોડી નાખ્યા હોવાની ખબર આવી રહી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

બુધવારના રોજ તાલિબાનીઓ દ્વારા કંદહાર અને હેરાતમાં બંધ પડેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસનમા તાળા તોડી નાખવામાં આવ્યા અને તલાશી પણ લેવામાં આવી. મીડિયા રિપોર્ટ પ્રમાણે તાલિબાનીઓએ કેટલાક જરૂરી કાગળિયા માટે કંધારમાં અલમારીઓની તલાસી લીધી હતી અને દૂતાવાસ ઉપર રહેલી કાર પણ ઉઠાવીને લઇ ગયા હતા.

તો બીજ ઇતરફ હેરાતમાં વાણિજ્ય દૂતાવાસ પરિસરમાં પણ તાલિબાનીઓ ઘુસી ગયા હતા અને દૂતાવાસમાં જબરદસ્તી પ્રવેશ કરી અને વાહનોને લઇ ગયા હતા. એક રિપોર્ટ અનુસાર 6000 લોકોએ રાજધાની કાબુલ ઉપર નિયંત્રણ કરી લીધું છે. જેનું નૈતૃત્વ આતંકવાદી સમૂહના પ્રમુખ અને તાલિબાની ઉપ નેતા સિરાજુદ્દીન હક્કાનીના ભાઈ અનસ હક્કાની કરી રહ્યો છે.

તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાનમાં રાજ જમાવી દેતા ઘણા નાગરિકો દેશ છોડી અને ભાગવા માટે મજબુર બન્યા છે, તો બીજી તરફ કાબુલ એરપોર્ટ ઉપર પણ ભયાનક દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે. ઘણા વીડિયો એવા પણ સામે આવ્યા છે કે તે જોઈને કોઈનું પણ હૈયું કંપી ઉઠે.

Niraj Patel