“દેને વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે…”, ટેક્સી ડ્રાઈવરે ખરીદી લોટરીની ટિકિટ, ઈનામ એવું લાગ્યું કે બની ગયો રાતોરાત કરોડપતિ… જુઓ
કોની કિસ્મત ક્યારે બદલાઈ જાય કોઈને ખબર નથી હોતી, ઘણા લોકોને તમે જોયા હશે જે રાતો રાત કરોડપતિ પણ બની જાય છે અને ઘણા લોકો કરોડપતિઓ બનવાના ચક્કરમાં રોડપતિ પણ બની જતા હોય છે. ત્યારે ઘણા લોકો એ આશામાં લોટરીની ટિકિટ ખરીદતા હોય છે કે એક દિવસ તેમનું કિસ્મત ચમકશે. આવા ઘણા લોકોની કહાની પણ તમે સાંભળી હશે જે લોટરીની ટિકિટ લઈને કરોડપતિ પણ બની ગયા હોય.
ત્યારે હાલ એવા જ એક વ્યક્તિની કહાની સામે આવી છે, જે દુબઈમાં ટેક્સી ચલાવતો હતો, પરંતુ એક લોટરીની ટિકિટે તેને કરોડપતિ બનાવી દીધો. ભારતીય મૂળના ડ્રાઈવર અજય ઓગુલાએ દુબઈમાં અમીરાતના ડ્રોમાં 33 કરોડ રૂપિયાનું ઈનામ જીત્યું હતું. લોટરી ઇનામ જીત્યા પછી UAE મીડિયા અનુસાર ઓગુલાએ કહ્યું, “હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે મેં જેકપોટ જીતી લીધો છે.”
ઓગુલા દક્ષિણ ભારતના એક ગામડાના છે, ચાર વર્ષ પહેલા લીલા ઘાસની શોધમાં યુએઈ ગયા હતા. મીડિયા અનુસાર તે હાલમાં એક જ્વેલરી ફર્મમાં ડ્રાઇવર તરીકે કામ કરીને દર મહિને 3200 દિરહામ કમાય છે. ઓગુલાએ કહ્યું, “આ રકમથી ચેરિટી ટ્રસ્ટ બનાવશે. જેથી વતન અને આજુબાજુના ગામડાઓમાં પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળી શકે. જ્યારે તેણે ભારતમાં તેના પરિવારને કરોડપતિ બનવાના સમાચાર આપ્યા તો તેની માતા અને ભાઈ-બહેનોએ તેનો વિશ્વાસ કર્યો નહીં.”
અજય ઓગુલાએ કહ્યું કે સૌથી પહેલા તે પોતાના પરિવારને દુબઈ બોલાવવાનું વિચારી રહ્યો છે. તે પછી તે તેના પરિવાર માટે ગામમાં એક ઘર બનાવવાની અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે એક કન્સ્ટ્રક્શન કંપની શરૂ કરવાની યોજના ધરાવે છે. એમિરેટ્સ ડ્રોના મેનેજિંગ પાર્ટનર મોહમ્મદ બેહરોઝિયન અલાવધીએ કહ્યું: “અમારા ગ્રાન્ડ પ્રાઈઝ વિજેતા અજય ઓગુલાને તેમની અદ્ભુત જીત બદલ અભિનંદન. એમિરેટ્સ ડ્રો માત્ર નંબરો અને વિજેતાઓ વિશે નથી; તે લોકો વિશે છે. તે લોકોના જીવનમાં પરિવર્તન લાવવા વિશે છે. અને તે પહેલા દિવસથી જ ધ્યેય છે. અને અમે જે પણ કરીશું તે તેમના હૃદયમાં જીવંત રહેશે.”