નેપાળ પ્લેન ક્રેશનો અંદરથી શૂટ કરેલો ભયાવહ દ્રશ્યોનો વીડિયો આવ્યો સામે, હિમ્મત હોય તો જ જોજો…

આજે બપોરે લગભગ ૧૧ વાગે નેપાળના પોખરા નજીક એક પેસેન્જર ફ્લાઇટ ક્રેસ થઇ હતા. તેની અંદર 68 લોકો મૃત્યુને ભેટ્યા છે. નેપાળના એરપોર્ટ પર લેન્ડિંગ વખતે આ પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં ટોટલ 5 ઇન્ડિયન સહિત 72 પેસેન્જર ટ્રાવેલ કરી રહ્યા હતા.

જેમાંથી અત્યાર સુધીમાં 68 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હવે આ ભયંકર ઘટનાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વિમાન ક્રેસ થાય તે પહેલાનો જ છે જેને એક ભારતીય મુસાફરે લાઈવ દરમિયાન લીધો હતો.

તમને જણાવી દઈએ કે આ ફ્લાઈટમાં સવાર આપણો ભારતીય યુવક પ્લેન ક્રેશ થયા પહેલા ફેસબુક પર લાઈવ હતો, જેના લીધે આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં પ્લેન ક્રેસ થયું તે પહેલાની સ્થિતિ અને ક્રેસ થાય છે તે આખે ઘટના સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત મુજબ અંદર બેઠેલા યુવાનો એક બીજા સાથે મજાક કરી રહ્યા હતા ને અચાનક જ પ્લેનમાં આગ ભભૂકી ઉઠે છે અને પ્રચંડ ધડાકો સંભળાઇ છે. ત્યારબાદ વીડિયોમાં આગ સાથે મરણચીસો સંભળાઇ છે. આ ઘટનામાં વિદેશમંત્રી એસ. જયશંકરે પણ દુઃખ વ્યકત કરી સંવેદના પાઠવી છે.

મહત્વનું છે કે નેપાળમાં યતી એરલાઈન્સની ATR-72 ફ્લાઈટ પોખરા એરપોર્ટ પહોંચે તેના 10 સેકન્ડ પહેલા જ આ અકસ્માત થયો હતો. આ ફ્લાઈટની અંદર 4 ક્રૂ મેમ્બર સહિત તમામ 72 મુસાફરોના દુઃખદ મૃત્યુ નિપજ્યા છે. જેમાં 5 ભારતીય મુસાફરોનો પણ સમાવેશ થાય છે. પ્લેનમાં સવાર 5ભારતીયોના નામ સોનુ જયસ્વાલ, સંજય જયસ્વાલ, અનિલ કુમાર રાજભર, અભિષેક કુશવાહા અને વિશાલ શર્મા હોવાનું પણ સામે આવ્યું છે.

YC