Indian Woman In Pakistan: એક તરફ સીમા હૈદર પ્રેમમાં પડીને સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે પાકિસ્તાનથી ભારત પહોંચી તો આવી જ રીતે હવે ભારતની અંજુ પ્રેમના ચક્કરમાં વાઘા બોર્ડર પાર કરીને પાકિસ્તાન પહોંચી ગઈ છે. હવે તેની લવસ્ટોરીની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. યુપીના કૈલોરની રહેવાસી અંજુ તેના ફેસબુક ફ્રેન્ડ અને પ્રેમીને મળવા પાકિસ્તાન પહોંચી હતી. અંજુ પ્રેમી નસરુલ્લાહને મળવા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પહોંચી છે. નસરુલ્લાહ ત્યાં રહે છે અને વ્યવસાયે મેડિકલ રિપ્રેઝનટેટિવ છે.
અંજુને 90 દિવસના વિઝા મળ્યા
અંજુના પાકિસ્તાનના વિઝાની વિગતો પણ સામે આવી છે, અંજુના પાકિસ્તાન જવા માટે પાકિસ્તાન દ્વારા 4 મેના રોજ વિઝા આપવામાં આવ્યા હતા. આ વિઝાની માન્યતા 90 દિવસની છે અને તે વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશી છે. ભારતીય યુવતી અંજુનું કહેવું છે કે તે નસરુલ્લાહને પ્રેમ કરે છે અને તેના વગર રહી શકતી નથી.
અંજુ પાકિસ્તાન ગયા બાદ ત્યાંની એજન્સીઓ કરી રહી છે તપાસ
જેમ અહીં સુરક્ષા એજન્સીઓ સીમા હૈદરની તપાસ કરી રહી છે, તેવી જ રીતે અંજુ પાકિસ્તાન ગયા બાદ ત્યાંની એજન્સીઓ પણ તેની તપાસ કરી રહી છે. સીમા હૈદર અને અંજુની કહાની સમાન છે. બંનેએ પ્રેમમાં પડ્યા પછી પોતાના દેશની સરહદો પાર કરી છે.35 વર્ષની અંજુએ 29 વર્ષીય નસરુલ્લાહ સાથે ફેસબુક પર મિત્રતા કરી હતી. પાક સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે બંનેની મિત્રતાની તપાસ ચાલી રહી છે, ભારતીય યુવતી અંજુનું કહેવું છે કે તે નસરુલ્લાહ વિના રહી શકે તેમ નથી. તમને જણાવી દઈએ કે સીમા હૈદરની લવસ્ટોરી ભારતથી લઈને પાકિસ્તાન સુધી ચર્ચાનો વિષય બની ગઈ છે.
સીમા હૈદર ગેરકાયદેસર રીતે ભારત આવી હતી
PUBG ગેમ રમતી વખતે ગ્રેટર નોઈડાના સચિન મીનાના પ્રેમમાં પડ્યા બાદ ચાર બાળકોની માતા સીમા હૈદર પોતાનો દેશ છોડી નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવી ગઈ હતી.યુપી આવ્યા બાદ સીમા હૈદર હવે તપાસ અને એટીએસની પૂછપરછનો સામનો કરી રહી છે. આજતકને આપેલા એક ખાસ ઈન્ટરવ્યુમાં સીમા હૈદરે કહ્યું કે હવે તે પાકિસ્તાનની નહીં પણ ભારતની વહુ છે. સીમાએ કહ્યું કે તે કોઈ એજન્ટ નથી અને હવે ભારત તેનો પોતાનો દેશ છે.