પરાગ અગ્રવાલ બાદ વધુ એક ભારતીય મૂળના CEO આવ્યા ચર્ચામાં, સેલેરી એટલી કે જાણી પગ નીચેથી જમીન સરકી જશે

એ તો તમે જાણતા જ હશો કે ભારતીય મૂળના ઘણા ટેલેન્ટેડ લોકો વિદેશી કંપનીઓના CEO છે. હાલમાં જ ટ્વીટરના CEO બન્યા બાદ પરાગ અગ્રવાલ ઘણા ચર્ચામાં રહ્યા હતા. પરાગ બાદ હવે વધુ એક ભારતીય વ્યક્તિ ચર્ચામાં છે. જેમનું નામ છે જગદીપ સિંહ, જગદીપ સિંહના ચર્ચામાં હોવાનું કારણ છે તેમનું પેકેજ… તેમની કંપની તરફથી જે તેમને પેકેજ આપવામાં આવ્યુ છે, તેના વિશે જાણી દુનિયાભરના લોકો હેરાન રહી ગયા છે. ખાસ વાત એ છે કે આ પેકેજ દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાંના એક એલન મસ્કને ટક્કર આપે છે. એવામાં જાણીએ કે જગદીપ સિંહ આખરે છે કોણ અને તે કયા કંપનીના CEO છે અને તેમની કંપની શું કામ કરે છે.

જગદીપ સિંહ અમેરિકન સ્ટાર્ટઅપ કંપની QuantumScape Corpના CEO છે. કંપનીએ તેમને મોટુ પેકેજ આપવાની જાહેરાત કરી છે, જેના પછી તેઓ મીડિયાની હેડલાઇન્સમાં આવી ગયા છે. આ કંપની એક વર્ષ પહેલા સાર્વજનિક થઈ ગઈ છે અને હવે પછી શેરધારકોની વાર્ષિક બેઠકમાં જગદીપ સિંહના પેકેજને મંજૂરી આપવામાં આવી છે. ઈન્ટરનેટ પર મળેલી જગદીપની LinkedIn પ્રોફાઇલ મુજબ, તે QuantumScape Corpના સ્થાપક અને CEO છે.

આ પહેલા તેઓ 2001થી 2009 દરમિયાન Infineraના ફાઉન્ડર અને CEO હતા. આ પછી તેમણે 2010માં ક્વોન્ટમસ્કેપ કોર્પ શરૂ કર્યું. 2001 પહેલા, જગદીપ સિંહ લાઇટરા નેટવર્ક્સ, એરસોફ્ટ વગેરે સહિત અનેક કંપનીઓના સ્થાપક અને સીઇઓ હતા. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (કોમ્પ્યુટર સાયન્સ), યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (એમબીએ), યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ કોલેજ (કોમ્પ્યુટર સાયન્સ) નો અભ્યાસ કર્યો છે.

ભારતીય મૂળના જગદીપ સિંહ અમેરિકન સ્ટાર્ટઅપ કંપની QuantumScape Corp ના CEO બન્યા છે. કંપનીએ તેમને રૂ. 17,500 કરોડના ભારે ભરખમ પેકેજની જાહેરાત કરી છે. આ કંપની એક વર્ષ પહેલા જ દુનિયાની સામે આવી છે. ફોક્સવેગન અને બિલ ગેટ્સના વેન્ચર ફંડ્સે પણ જગદીપ સિંહની કંપનીમાં રોકાણ કર્યું છે. હાલમાં કંપનીનું મૂલ્ય $50 બિલિયન છે. આ કંપની નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી પર ફોકસ કરી રહી છે. આ સાથે, વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનો અપનાવી શકાય છે. જગદીપ સિંહની કંપની ઈલેક્ટ્રિક વાહનોના નિર્માતાઓ દ્વારા લિથિયમ-આયન બેટરીનો વધુ સુરક્ષિત અને સસ્તો વિકલ્પ પૂરો પાડવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ક્વોન્ટમસ્કેપની વાર્ષિક શેરધારકોની મીટિંગમાં કંપનીના શેરધારકો દ્વારા આ પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ફાઈનલ ટેલી અંગે કંપનીએ કહ્યું કે તે પછીથી આપવામાં આવશે. જગદીપ સિંહને ઘણી મોટી રકમ મળવા જઈ રહી છે, અને તે પણ એવા સંજોગોમાં કે ગ્લાસ લુઈસ અને અન્ય કન્સલ્ટિંગ ફર્મે પણ આવા પેકેજ સામે અભિપ્રાય આપ્યો હતો. નોંધનીય છે કે મંગળવારે કંપનીના શેરમાં પણ 72 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Shah Jina