યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં આ ભારતીય મહિલા હજુ પણ વતન પરત ફરવા નથી માંગતી, કારણ જાણીને તમારા પણ હોશ ઉડી જશે

રશિયા અને યુક્રેન વચ્ચે આજે યુદ્ધનો આઠમો દિવસ છે, અને આ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે મિશન ગંગા પણ શરૂ કરી દેવામાં આવ્યું છે જેના કારણે ઘણા ભારતીયો વતન પરત પણ ફરી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે એક ભારતીય મહિલા એવી છે જે યુક્રેન છોડવાની ના પાડી રહી છે, અને યુક્રેન  ના છોડવાનું કારણ પણ ખુબ જ દિલચસ્પ છે. આ મહિલાનું નામ સફીના અકીમોવા છે. (તમામ તસવીરો: ઇન્સ્ટાગ્રામ પરથી)

સફિના અકીમોવા ભારતીય મૂળની છે અને તેનો પતિ મૂળ યુક્રેનનો છે. તેમને 11 મહિનાનો પુત્ર છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન તમામ ભારતીયો ભારત પરત ફરી રહ્યા છે, પરંતુ સફીના અત્યારે યુક્રેનથી પરત આવવા માંગતી નથી. તેની પાછળ એક મોટું કારણ છે. જે ખુબ જ હૃદયસ્પર્શી છે.

યુક્રેનમાં હજુ પણ માર્શલ લો છે. આ કારણે તેના પતિ દેશ છોડી શકતા નથી. સફિનાની એક જ ઈચ્છા છે, જ્યારે પણ તે યુક્રેનથી ભારત પાછી આવે ત્યારે તેના પતિ સાથે આવે. આ ઉપરાંત તે એવી પણ આશા રાખી રહી છે કે જ્યારે અહીંયા શાંતિની સ્થિતિ બની જશે, ત્યારે તે ભારતમાં હાજર તેના પરિવારને મળવા પરત ફરી શકે છે. બીબીસીના અહેવાલ મુજબ, યુક્રેનિયન બોર્ડર ગાર્ડ સર્વિસે 18 થી 60 વર્ષની વયના તમામ યુક્રેનિયન પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. યુક્રેન બોર્ડર ગાર્ડ સર્વિસનું કહેવું છે કે દેશમાં લોકોને એક કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

આ કામચલાઉ પ્રતિબંધ જ્યાં સુધી ‘માર્શલ લો’ લાગુ થવા સુધી રહેશે. સફિનાએ કહ્યું કે યુક્રેનમાં દરેક નાગરિકને આર્મી સર્ટિફિકેટ આપવામાં આવે છે. કોલેજ પછી તાલીમ આપવામાં આવે છે. સેનામાં સેવા આપનારની આગળ સોલ્જર લખવામાં આવે છે. તેણે એમ પણ કહ્યું કે જો તેના પતિને સરકાર બોલાવશે તો તેણે જવું પડશે. સફિનાએ જણાવ્યું કે તે હવે તેના એપાર્ટમેન્ટમાં નથી રહેતી. હવે તે પોતાના ઘરેથી પરિવાર સાથે બંકરમાં શિફ્ટ થઈ ગઈ છે.

સફીના તેના પતિને ઈન્સ્ટાગ્રામ પર મળી હતી. બંનેને બાઇક ચલાવવી ગમે છે. બંને બાઇકર ગ્રૂપના સભ્ય પણ છે. તે કહે છે કે તે ઘણા બાઈકર્સ જૂથોમાં સામેલ હતી, જેમાં એકમાં તેનો પતિ સામેલ હતો. આવી સ્થિતિમાં નંબર એક્સચેન્જ થયો, પછી વાતચીતની પ્રક્રિયા શરૂ થઈ. તેના પતિના જૂથમાંથી પ્રથમ વખત યુક્રેનની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. સફીના કહે છે કે તેના પતિને અંગ્રેજી બિલકુલ આવડતું ન હતું. આવી સ્થિતિમાં બંને વચ્ચે ગૂગલના માધ્યમથી વાત થઈ હતી. વર્ષ 2019માં સફિના પ્રથમ વખત યુક્રેન ગઈ હતી, દસ દિવસ માટે પશ્ચિમ યુક્રેનનો પ્રવાસ કર્યો હતો. આ પછી બંનેની નિકટતા વધી અને લગ્ન કરી લીધા.

Niraj Patel