18 વર્ષિય ભારતીય વિદ્યાર્થીનું અમેરિકામાં રહસ્યમય સંજોગોમાં મોત, માતા-પિતાએ યુનિવર્સિટી પર ઉઠાવ્યા સવાલ

અમેરિકામાંથી એક ભારતીય વિદ્યાર્થીના મોતનો મામલો સામે આવ્યો છે. યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસથી એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર 18 વર્ષિય અકુલ ધવન મૃત હાલતમાં મળી આવ્યો હતો. અકુલના માતા-પિતાએ યુનિવર્સિટી પર સવાલ ઉઠાવ્યા છે. સ્થાનીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે અકુલ લાપતા થઇ ગયો હતો, તેની લાશ ઇલિનોઇસના શૈંપેનમાં યુનિવર્સિટી કેંપસ પાસે મળી.

અધિકારીઓએ જણાવ્યુ કે શરીર પર ઇજાના કોઇ નિશાન મળ્યા નથી. હાઇપોથર્મિયાથી મોતની આશંકા જતાવવામાં આવી રહી છે. અમેરિકામાં આ સમયે બરફના તુફાનથી તબાહી મચેલી છે. કેલિફોર્નિયામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. અકુલના રૂમમેટે જણાવ્યુ કે રવિવારે જ્યારે તે લાપતા થયો ત્યારે તાપમાન -17 ડિગ્રી સેલ્સિયસ હતુ. અકુલના મિત્રોનું કહેવુ છે કે તેમણે તે સમયે ચિંતા જતાવી હતી કે કોટ પહેર્યા વિના તે ઠંડીમાં મરી શકે છે.

અકુલના પિતાએ દાવો કર્યો છે કે તેમના દીકરાએ એ જગ્યાએથી પોલિસને ફોન કર્યો હતો જ્યાં તે ફસાઇ ગયો હતો. તે અડધો કલાક સુધી રાહ જોતો રહ્યો. રીપોર્ટ્સ અનુસાર, અકુલને છેલ્લીવાર જ્યાં જોવામાં આવ્યો હતો તેનાથી અડઘા બ્લોકથી ઓછી દૂરી પર તે મૃત હાલતમાં મળ્યો. યુનિવર્સિટીનો પોલિસ ડિપાર્ટમેન્ટ આ ઘટનાની તપાસ કરી રહ્યો છે.

અકુલના માતા-પિતાએ યુનિવર્સિટીની બચાવ પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો કે, જ્યારે તેમણે વીસીના ઓફિસથી સંપર્ક કર્યો તો તેમણે પોલિસનો સંપર્ક કરવાનું કહ્યુ હતુ. તેમને ફરિયાદ દાખલ કરાવવા માટે પણ કોઇ ઔપચારિક ફોર્મ નહોતુ આપવામાં આવ્યુ. અકુલના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે યુનિવર્સિટીની તૈયારીઓ નથી અને બીજા પણ વિદ્યાર્થીઓને જીવનો ખતરો છે.

Shah Jina