‘કોઈપણ સંજોગે ભારતીયો કિવ છોડી દો’, યુક્રેનમાં આપણી એમ્બેસીએ જાણો શું શું કહ્યું

યુક્રેનના વિરુદ્ધ રુસી સૈન્યનું યુદ્ધ લગાતાર ચાલુ છે.રુસ અને યુક્રેન વચ્ચેની સ્થિતિનું સમાધાન લાવવા ડિપ્લોમેટિક કોશિશો પણ કરવામાં આવી રહી છે. યુક્રેન સંકટ પર UNHRC એ આપાત બેઠક બોલાવવાનો પણ પ્રસ્તાવ આપ્યો હતો. આ વચ્ચે યુદ્ધની સ્થિતિ લગાતાર ગંભીત થતી જઈ રહી છે.એવામાં ત્યાં ફસાયેલા ભારતીયોને કડક સલાહ આપવામાં આવી છે.

યુક્રેનમાં રહેલા ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડવા માટેનું કહેવામાં આવ્યું છે. તેઓનો આદેશ છે કે દરેક ભારતયીઓ આજે જ યુક્રેનની રાજધાની કિવને છોડી દે. તેઓ તાત્કાલિક ટ્રેન, બસ કે અન્ય વાહન મળે તેના દ્વારા કિવમાંથી નીકળી જાય.

યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સ્પાઇસજેટની વિશેષ ઉડાન સંચાલિત કરવામાં આવશે.મળેલી જાણકારીના આધારે ઓપરેશન ગંગાના આધારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ઘરે લાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાને અભિયાનમાં જોડાવા માટે આગ્રહ કર્યો હતો.

યૂક્રેનમાં 20 હજાર જેટલા લોકો હતા જેમાના મોટાભાગના વિદ્યાર્થીઓ હતા અને મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાના ચાર હજાર જેટલા લોકો ભારત આવી ચુક્યા છે અને બાકીના લોકોને બહાર લાવવા માટેની કોશીશ કરવામાં આવી રહી છે.

Krishna Patel