કોરોનાથી બચવા શું કરવું ? જાણો 3 મોટા ડોક્ટરનું કોરોના બાબતે શુ કહેવું છે…

શરદી, ઉધરસ જ નહીં, અપચો, ઉલટી અને આ હોય તો પણ કોરોના ટેસ્ટ કરાવો

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે અને કોરોનાની આ લહેરમાં ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. દેશમાં ઝડપથી વધતા કોરોના સંક્રમણે સરકારની સાથે-સાથે ચિકિત્સા જગતની ચિંતા પણ વધારી દીધી છે. દેશના દિગ્ગજ ચિકિત્સા નિષ્ણાંતોએ બુધવારે આ મહામારીનો સામનો કરવાના ઉપાયો જણાવ્યા.

દેશના ત્રણ મોટા ડોક્ટર્સે કોરોના સામે લડાઇ માટે લોકોને સલાહ આપી છે. આ ત્રણ મોટા ડોક્ટર્સમાં એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા, નારાયણા હેલ્થના ચેરમેન ડો. દેવી શેટ્ટી અને મેદાંતાના ચેરમેન નરેશ ત્રેહાનનો સમાવેશ થાય છે.

આ મુદ્દે એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે આ કોઇ જાદુઈ દવા નથી. મેદાંતાના ચેરમેન નરેશ ત્રેહાને કહ્યું કે આ કોઇ રામબાણ નથી. આ ફક્ત જરુરિયાત મંદ બીમાર લોકોમાં વાયરલ લોડ ઓછો કરે છે.

રેમડેસિવીરને લઇને એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ફક્ત કેટલાક લોકોને જ તેની જરુરિયાત છે. કોરોનાથી સંક્રમિત 85 ટકા લોકો કોઇપણ વિશેષ સારવાર વગર સ્વસ્થ થઇ રહ્યા છે. મોટાભાગના લોકોમાં સામાન્ય લક્ષણો જ આવી રહ્યા છે.

નારાયણા હેલ્થના ચેરમેન ડો. દેવી શેટ્ટીએ જણાવ્યુ કે, જો તમને શરીરમાં દુખાવો, શરદી, ખાંસી, અપચો, ઉલટી થવી જેવા લક્ષણ છે તો તમે કોરોના ટેસ્ટ કરાવી લો. તે બીમારીની સારવારમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો તમે એસિમ્ટોમેટિક છો તો ડોક્ટર તમને ઘર પર આઇસોલેશનમાં રહેવા, માસ્ક પહેરવા અને તમારી ઓક્સિજન સ્થિતિને દર છ કલાકમાં ચેક કરવાનું કહેશે. આ કોરોના સંક્રમણની સારવારમાં જરૂરી છે.

જો તમારામાં કોઇ લક્ષણ નથી તો ડોક્ટર તમને ઘરમાં જ રહેવાની સલાહ આપશે. દર 6 કલાકે ઓક્સિજન લેવલ ચેક કરવાની સલાહ આપવામાં આવશે. ડો. શેટ્ટીએ એ પણ કહ્યું કે જો કોઇ વ્યક્તિના શરીરમાં દુખાવો, શરદી, ઉધરસ, અપચો, ઉલ્ટીના લક્ષણો છે તો તેમણે ટેસ્ટ કરાવવો જોઈએ. આ સૌથી જરુરી વાત છે.

Shah Jina