લેસ્બિયન કપલનો તૂટ્યો 5 વર્ષ જૂનો સંબંધ ! ભારતની અંજલીને છોડવા પર ટ્રોલ થઇ પાકિસ્તાનની સૂફી

આખી દુનિયામાં ચર્ચાનો વિષય બનેલા ભારત-પાકની લેસ્બિયન કપલ અંજલિ-સૂફીનું બ્રેકઅપ ! કોને મળ્યો દગો, આખી સ્ટોરી

બે વર્ષ પહેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંજલિ ચક્રાએ સૂફી મલિક સાથેની તેની લવ સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે પછી આ લેસ્બિયન કપલ ખૂબ ચર્ચામાં આવ્યું હતું. પરંતુ હવે ભારતની અંજલિ અને પાકિસ્તાનની સૂફીએ તેમના સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી છે અને લગ્ન પણ રદ કરી દીધા છે. આ કપલ વર્ષ 2019માં દક્ષિણ એશિયાઈ સંસ્કૃતિ અને સમલૈંગિક પ્રેમની વાઇબ્રેંસ સેલિબ્રેશન માટે ઇન્ટરનેટ સેન્સેશન બની ગયું હતું.

જો કે, હવે આ કપલે ઇન્સ્ટાગ્રામ પર તેમના અલગ થવાના સમાચાર શેર કર્યા છે અને સૂફીની બેવફાઈનું કારણ દર્શાવ્યું છે. પાંચ વર્ષ પહેલા અંજલિ અને સૂફી સાથે આવ્યા હતા જ્યારે તેઓએ સીમાઓ અને સાંસ્કૃતિક ધોરણોની બહારના પ્રેમના સુંદર ચિત્રણથી લોકોના દિલ જીતી લીધા હતા. તેઓએ તેમના અલગ થવાના એક વર્ષ પહેલા સગાઈ કરી હતી, જેની તસવીરો ફેરી ટેલ જેવી હતી.

સૂફીએ ન્યૂયોર્કની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગમાં અંજલિને પ્રપોઝ કર્યું હતું. તેણે આ ક્ષણનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જો કે, આ સપનું અચાનક ત્યારે તૂટી ગયું જ્યારે સૂફીએ લગ્નના થોડા અઠવાડિયા પહેલા અંજલિ સાથે દગો કરવાની વાત સ્વીકારી. સૂફીએ એક પોસ્ટમાં લખ્યું, ‘મારા લગ્નના થોડા અઠવાડિયા પહેલા મેં તેની સાથે દગો કરીને ભૂલ કરી હતી. મેં તેને મારી કલ્પના બહારનું નુકસાન પહોંચાડ્યું છે. હું મારી ભૂલ સ્વીકારી રહી છું. મેં લોકોને દુઃખ પહોંચાડ્યું છે.

સૂફીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, ‘મારી હરકતોથી મને, મારા પરિવાર અને મિત્રોને પ્રેમ કરનારા દરેકને દુઃખ પહોંચાડ્યું છે.’ જ્યારે અંજલિની પોસ્ટમાં લખ્યું કે, ‘આ આંચકો લાગે છે, પરંતુ અમારા રસ્તા બદલાઈ રહ્યા છે. સૂફીની બેવફાઈને કારણે અમે અમારા લગ્ન રદ કરવાનો અને અમારા સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે અંજલિ ચક્રા અને સૂફી મલિકની પહેલી મુલાકાત ન્યૂયોર્કમાં થઈ હતી.

બંને એકબીજા સાથે સમય પસાર કરવા લાગ્યા અને ડેટિંગ શરૂ કર્યુ. અમેરિકાના મુસ્લિમ-હિંદુ સમલૈંગિક કપલ સૂફી મલિક અને અંજલિ 2019માં તેમના કપલ ફોટોશૂટ માટે વાયરલ થયા હતા. અંજલિ ન્યૂયોર્ક અને સૈન ફ્રાન્સિસ્કોમાં વેડિંગ પ્લાનિંગનું કામ કરે છે. જ્યારે સૂફી લાઇફસ્ટાઇલ અને ટ્રાવેલ કંટેંટ ક્રિએટર છે.

અહેવાલો અનુસાર, બંનેએ લગ્ન કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે અને ઓનલાઈન રજિસ્ટ્રી પણ રદ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ કપલની એક યુટ્યુબ ચેનલ પણ છે, જેના પર તેમના એક લાખથી વધુ ફોલોઅર્સ છે.સૂફી અને અંજલિના ઘણા વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા છે. આ વાયરલ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sufi Malik (@sufi.sun)

આ કપલને ઈન્ટરનેટ પર પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. અંજલિના બેવફાઈના આરોપ બાદ પાકિસ્તાનની સૂફી ટ્રોલર્સના નિશાના પર આવી છે. લોકો તેની સરખામણી ફિલ્મ ‘પીકે’ના સરફરાઝ સાથે કરવા લાગ્યા છે. એકે લખ્યું, ‘કહ્યુ હતુ ને કે સરફરાઝ દગો આપશે.’ જ્યારે બીજાએ લખ્યું, ‘લવ જેહાદ લેસ્બિયન્સમાં પણ ચાલે છે, મતલબ ?’ જ્યારે અન્ય એકે લખ્યું, ‘સરફરાઝ નહીં, સૂફી પણ છેતરશે. ‘

 

View this post on Instagram

 

A post shared by Anjali (@anjalichakra)

Shah Jina