મોદી સરકારે વિશ્વભરમાં વગાડ્યો ભારતનો ડંકો, રશિયાને પાછળ છોડીને…જાણો વિગત

ભારતનું વિદેશી મુદ્રા ભંડાર હવે દુનિયાનું ચોથું સૌથી મોટું વિદેશી મુદ્રા ભંડાર બની ગયું છે. આ મામલામાં ભારતે રશિયાને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યું છે. ભારતની પાસે વર્તમાનમાં 580.3 અરબ ડોલર વિદેશી મુદ્રા ભંડાર રહેલો છે.

કોરોના મહામારીના કારણે ઉતાર-ચઢાવથી બચવા માટે ઘણા દેશો વિદેશી મુદ્રા ભંડારને વધારવામાં લાગી ગે છે. ભારત અને રશિયાનું વિદેશી મુદ્રા ભંડારમાં છેલ્લા ઘણા મહિનાથી વૃદ્ધિ ચાલુ છે. ગયા અઠવાડીએ રશિયાના વિદેશી મુદ્રા ભંડારમાં મોટી ગિરાવટ આવવાના કારણે ભારતે હવે દુનિયામાં ચોથું સ્થાન મળેવી લીધું છે.

ભારતીય રિઝર્વ બેંક દ્વારા શુક્રવારના રોજ રજૂ કરવામાં આવેલા તાજા આંકડા પ્રમાણે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 5 માર્ચના રોજ સમાપ્ત સપ્તાહમાં 4.3 અરબ ડોલરથી ઘટીને 580.3 અરબ ડોલર રહી ગયું, તો આ દરમિયાન રશિયાનું વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 580.1 આરબ ડોલર રહી ગયું હતું. જેના કારણે ભારત રશિયાથી આગળ ચોથા નંબરે આવી ગયું.

Niraj Patel