ખરેખર માનવતા મરી પરવારી: ભરૂચમાં મુકબધીર દીકરાની માતાનું અવસાન થતા 10 કિલોમીટર લાકડાની ગાડી ધકેલી પહોંચ્યો સ્મશાન

આજના આધુનિક સમયમાં કોઈને કોઈની પડી નથી એ વાત તો દરેક જણ જાણે છે, વળી ઘણી એવી ઘટનાઓ પણ સામે આવતી રહે છે જેમાં માનવતા ખરેખર મરી પરવારી હોય તેમ લાગે. હાલ એવી જ એક ઘટના કલેશ્વર અને ભરૂચ માર્ગ ઉપરથી સામે આવ્યા હતા. જ્યાં એક દીકરાને પોતાની માતાનો મૃતદેહ 10 કિલોમીટર સુધી લાકડાની ગાડીમાં ખેંચીને સ્મશાન લઇ જવો પડ્યો.

સોશિયલ મીડિયામાં ભરૂચ-અંકલેશ્વર માર્ગ પરથી એક મુકબધીર યુવકનો એક ખુબ જ દર્દનાક વીડિયો સામે આવ્યો છે, જેમાં માનવતા શર્મસાર થતી સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઘટનામાં ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવી રહેલા એક વ્યક્તિની માતાનું કુદરતી નિધન થયું હતું, જેના બાદ તેમના મૃતદેહને સ્મશાન સુધી લઇ જવા માટે પણ કોઈ આગળ ના આવ્યું.

પોતાની મદદે કોઈ ના આવતા આ મુકબધીર યુવકે લાકડાની એક ટ્રોલીમાં તેની માતાનો મૃતદેહ રાખીને અને તેને ધકેલી સ્મશાન સુધી 10 કિલોમીટરનું અંતર કાપી રહ્યો હતો, ત્યારે તેનો વીડિયો બન્યો અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ ગયો, જેના બાદ સામાજિક કાર્યકરો યુવકની માતાના અંતિમ સંસ્કાર કરવા આવી પહોંચ્યા.

સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો જોર શોરથી વાયરલ થતો જોવા મળ્યો, જેમાં આ મુકબધીર યુવક માતાના શબને લાકડાની ટ્રોલી ઉપર ખેંચીને અંકલેશ્વરથી ભરૂચ તરફના સ્મશાને જઈ રહ્યો હતો અને લોકો પણ આ ઘટનાને મૂંગા મોઢે જોયા કરતા હતા તો કોઈ તેનો વીડિયો બનાવી રહ્યું હતું, પરંતુ તેની મદદે કોઈ ના આવ્યું.

આખરે આ ઘટનાની જાણ સ્થાનિક સમાજ સેવકોને કરતા તે તાબડતોબ દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું. યુવકે પોતાના માતાના શબ સાથે ઘણું લાંબુ અંતર પણ કાપી લીધું હતું અને અંતે બોરભાઠા ગામના યુવાનોની મદદથી માતાના મૃતદેહને કોવિડ સ્મશાનમાં લાવવામાં આવ્યો.

જ્યાં સ્મશાનના સંચાલકો પણ દોડી આવ્યા ને હિન્દૂ શાસ્ત્ર રીતિ રિવાજ અનુસાર મુકબધીર માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પોતાની માતાની ચિતાને અગ્નિદાહ આપતા સમયે પણ મુકબધીર દીકરાની આંખોમાં આંસુઓ આવી ગયા હતા અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.

Niraj Patel