આ આઈલેન્ડને કહેવાય છે ‘નાગલોક’, અહીં પગ મૂકનાર ક્યારેય જીવતો પાછો નથી આવતો

આ ધરતી પર અનેક રહસ્યમય જગ્યાઓ આવેલી છે. ખાસ કરીને સમુદ્રોની વચ્ચે આવેલા દ્વિપો કે જેમને આઈલેન્ડ પણ કહેવામાં આવે છે તેમા અનેક રહસ્યો છુપાયેલા છે. આપણે શાસ્ત્રોમાં નાગ લોક વિશે તો સાંભળ્યું જ હશે. આજે અમે તમને આવા જ એક આઈલેન્ડ વિશે જણાવીશું જેને નાગલોક તરીકે ઓળખવામાં આવે છે.

હવે એ તો સ્વાભાવિક છે જ કે આ દ્વિપને નાગલોક શા માટે કહેવામાં આવે છે કારણ કે અંહી અસખ્ય પ્રકારના સાપ જોવા મળે છે, તેમાના કેટલાક એટલા ઝેરી છે કે લોકોને તે ડંખ મારે તો તેનું મોત નક્કી છે. આ કારણે જ પ્રશાસને આ ટાપુ પર લોકોની અવર જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ આઈલેન્ડનું નામ છે ઈલાહા દા ક્યૂઈમાદા.જેને નાગ આઈલેન્ડ અથવા નાગોનું ઘર પણ કહેવામાં આવે છે. આ ટાપુ દક્ષિણ અમેરિકી દેશ બ્રાઝીલમાં આવેલો છે. જ્યાં કોઈ પણ વ્યક્તિના પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કેમ કે આ દ્વીપ પર વિશ્વના સૌથી ખતરનાક અને ઝેરી સાપ રહે છે. આ ઉપરાંત આ દ્વિપ પર એટલા સાપ હાજર છે જેટલા દુનિયાના એક પણ જગ્યાએ નથી. તેથી જ અહીં આવેલો વ્યક્તિ ક્યારેય જીવતો પાછો ફરી શકતો નથી.

બ્રાઝિલ સરકારે આ જગ્યા પર આવવા પર શખ્ત પ્રતિબંધ મૂકી દીધો છે. કારણ કે અહીં જે સાપો રહે છે તેમનું ઝેર એટલુ ભયંકર છે કે કોઈ માણસને કરડે તો તેનું પળવારમાં મોત થઈ જાય છે અને તેનું શરીર પણ કાળું પડી જાય છે.

આ અંગે એક માહિતી એવી પણ સામે આવી છે કે આ આઈલેન્ડ પહેલા આવો ન હતો. છેલ્લા કેટલાક વર્ષો પછી આ આઈલેન્ડ પર સાપોની સંખ્યા ખુબ વધી ગઈ છે. જો કે એવુ તો બિલકુલ નથી કે અહીંયા પહેલા સાપો રહેતા ન હતા પરંતુ હાલમાં તેની સંખ્યા અચાનક વધવા લાગી છે.

એક માહિતી પ્રમાણે 4,30,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ આઈલેન્ડમાં 4 હજારથી પણ વધુ જાતીના ઝેરી સાપો રહે છે. ચોંકાવનારી વાત છે કે આ સાપ એટલા ખતરનાક છે કે હવામાં ઉડતા પક્ષીને પણો પોતાનો શિકાર બનાવી લેશે.

હવે એવુ કહેવુ ખોટુ નહીં હોય કે આ દુનિયાની પહેલી એવી જગ્યા હશે જ્યાં માણસોનું નહીં પરંતુ સાપોનું રાજ ચાલે છે. એટલું જ નહીં આ જગ્યા પર જવા પર પરવાનગી માત્ર કેટલાક પસંદગીના વૈજ્ઞાનિકોને જ મળે છે, તે પણ એટલા માટે કે તેઓ સાપોનો અભ્યાસ કરવા માટે અહીં આવે છે. એવુ પણ કહેવાય છે કે આ આઈલેન્ડ પર એક લાઈટ હાઉસ આવેલુ હતું. તેની સાર સંભાળ માટે એક વ્યક્તિ તેના પરિવાર સાથે રહેતો હતો.

હવે એક દિવસ બન્યું એવુ કે અચનાક તેના ઘરની કાચની બારીનો કાચ તૂટી ગયો અને હજારોની સંખ્યામાં સાપ તેના ઘરની અંદર આવી ગયા. ત્યારે લોકોને ખબર પડી કે અંહી સાપોની સંખ્યા કેટલી વધી ગઈ છે.

જેવા સાપ આ ઘરની અંદર આવ્યા કે આ વ્યક્તિનો પરિવાર ડરી ગયો અને પોતાનો જીવ બચાવવા ત્યાંથી કિનારે બાંધેલી હોડી પકડવા માટે ભાગવા લાગ્યો. પરંતુ કમનસીબે એવુ ન થઈ શક્યું. જ્યારે બીજા દિવસની સવારે જોયું તો તે પરિવાર ત્યાં ન હતો.

આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે નેવીનું એક જહાજ તેને જરૂરી સામાન આપવા ત્યાં ગયો ત્યારે ખબર પડી કે આ બધા લોકોની લાશો કાળી પડી ગઈ હતી. ત્યારબાદ આ ટાપુ પર સાપોનું કેવુ સામ્રાજ્ય છે તેની લોકોને જાણ થઈ, ત્યારપછી પ્રશાસને આ લાઈટ હાઉસને બંધ કરવાનો નિર્ણય લીધો.

YC