અક્ષય કુમારની આ ઓનસ્ક્રીન પત્નીએ આપ્યો બાળકને જન્મ, કુંવારી માતા બનવા પર લોકો કરી રહ્યા હતા ટ્રોલ, હવે બાળકના જન્મ બાદ બતાવી પહેલી ઝલક, જુઓ
Ileana Dcruz Blessed With A Baby Boy : મનોરંજન જગતમાંથી એક પછી એક ખુશ ખબરીઓ સામે આવી રહી છે. કોઈ કલાકાર લગ્નના બંધનમાં બંધાઈ રહ્યું છે તો કોઈ સગાઈના બંધનમાં અને કોઈના ઘરમાં નાનું મહેમાન પણ આવી રહ્યું છે, ત્યારે હાલ એક ખુશ ખબરીએ ચાહકોને પણ ખુશ ખુશાલ કરી દીધા છે. બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝે તેના ચાહકોને એક ખુશ ખબરી આપી છે અને તેને પોતે માતા બની ગઈ હોવાની જાહેર કરી અને પોતાના માસુમનું નામ પણ જાહેર કર્યું છે.
પોસ્ટ કરીને માતા બનવાની કરી જાહેરાત :
રુસ્તમની અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ તેની પ્રેગ્નન્સીના સમાચારને કારણે ચર્ચામાં છે. આ સાથે જ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન તેણે એક ખાસ પોસ્ટ દ્વારા તેના ચાહકોને માતા બનવાના સમાચાર આપ્યા છે. તે એક દીકરાની માતા બની છે. જ્યારે તેણે ચાહકોને દીકરાનો ચહેરો અને ખાસ નામ પણ જણાવ્યું છે, જેના પછી ચાહકો વખાણ કરતા થાકતા નથી અને અભિનેત્રી પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે.
બાળકની પહેલી ઝલક કરી શેર :
થોડા સમય પહેલા, ઇલિયાના ડી’ક્રૂઝે એક પોસ્ટ શેર કરી છે. 1 ઓગસ્ટના રોજ, અભિનેત્રીએ તેના બાળકનું સ્વાગત કર્યું અને તેનું નામ ‘કોઆ ફીનિક્સ ડોલન’ (Koa Phoenix Dolan) રાખ્યું. પોસ્ટમાં પુત્રની પહેલી તસવીર શેર કરવામાં આવી છે, જેમાં ન્યૂ બોર્ન સૂતો જોવા મળી રહ્યો છે. ફોટો બ્લેક એન્ડ વ્હાઇટમાં દેખાય છે. આ પોસ્ટ શેર થતાની સાથે જ આથિયા શેટ્ટી, નરગીસ ફકરી અને ડબ્બુ રત્નાની જેવા સેલેબ્સે કોમેન્ટ્સમાં બધાઈ હોનો મેસેજ શેર કર્યો હતો. જ્યારે ચાહકો દિલની ઈમોજી શેર કરી રહ્યા છે.
હજુ સુધી નથી કર્યો પિતા વિશેનો ખુલાસો :
આ પોસ્ટ શેર કરતા ઇલિયાનાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “શબ્દો વર્ણવી શકતા નથી કે અમે અમારા પ્રિય પુત્રનું દુનિયામાં સ્વાગત કરીને કેટલા ખુશ છીએ. દિલ ભરાઈ ગયું છે.” જોકે, અત્યાર સુધી ઇલિયાનાએ પોતાના પાર્ટનરનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ થોડા અઠવાડિયા પહેલા, તેમની ડેટ નાઈટની તસવીર શેર કરતી વખતે, તેણે ચાહકોની સામે બોયફ્રેન્ડનો ચહેરો બતાવ્યો હતો. 36 વર્ષની અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે, જે રુસ્તમ, મેં તેરા હીરો અને બરફી જેવી ફિલ્મોમાં જોવા મળી છે.