36 વર્ષની ઉંમરે કુંવારી માં બનશે આ અભિનેત્રી, પ્રેગ્નેંસીના એલાન બાદ પહેલીવાર શેર કરી બેબી બંપ સાથેની મુસ્કુરાતી તસવીર- જુઓ

પાપા કોણ છે? તે મોટું રહસ્ય છે, 36 વર્ષની કુંવારી સાઉથની ક્યૂટ હિરોઈન છે ગર્ભવતી, જુઓ બેબી બમ્પ પણ બતાવ્યું

Ileana D’ cruz Baby Bump: એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝ પ્રેગ્નેટ છે અને તે જલ્દી જ તેના પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવા જઇ રહી છે. તેણે એક મહિના પહેલા જ તેની પ્રેગ્નેંસીનું એનાઉન્સમેન્ટ કર્યુ હતુ. જો કે અભિનેત્રીએ હજુ સુધી એ ખુલાસો કર્યો નથી કે તેના બાળકનો પિતા કોણ છે,

પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે કેટરિના કૈફના ભાઈને ડેટ કરી રહી છે. પ્રેગ્નેન્સી બાદથી ઇલિયાનાએ અનેક પ્રકારની પોસ્ટ શેર કરી છે પરંતુ હવે આખરે તેણે પોતાની બેબી બંપ સાથેની સંપૂર્ણ તસવીર ચાહકો સાથે શેર કરી છે.

ઇલિયાનાએ ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તેનો બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પહેલીવાર અભિનેત્રીએ ચાહકોને તેના બેબી બંપ સાથેની તસવીર બતાવી છે. ઇલિયાનાએ ગયા મહિને જ જાહેરાત કરી કે હતી કે તે તેના પ્રથમ બાળકની અપેક્ષા રાખે છે.

 

Image Source

આ પહેલીવાર છે જ્યારે તેણે બેબી બંપ સાથે તેની સંપૂર્ણ તસવીરો પોસ્ટ કરી છે. ઇલિયાના ડીક્રુઝે કેટલીક તસવીરો શેર કરી છે જે તેના ઘરે ક્લિક કરવામાં આવી હોય તેમ લાગી રહ્યુ છે. તે નો-મેકઅપ લુકમાં બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે, જે તેના બેબી બંપને હાઇલાઇટ કરે છે.

તસવીરોમાં તે ખુશીથી કેમેરા તરફ જોઈ રહી છે અને અંતે તેના બેબી બમ્પને જોઈને હસતી જોવા મળી રહી છે. પોતાની પ્રેગ્નેંસીની પહેલી તસવીરો શેર કરતા ઇલિયાનાએ કેપ્શનમાં લખ્યું, ‘બમ્પ એલર્ટ ‼️’ તેણે તેના મિત્રને ક્રેડિટ પણ આપી જે કેમેરાની પાછળ હતી અને તેણે ઇલિયાનાના ફોટા ક્લિક કર્યા હતા.

ઇલિયાનાના બેબી બંપના ફોટા પર પ્રતિક્રિયા આપતા શિબાની અખ્તરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, ‘લવ યુ ગર્લ તમારા માટે ખૂબ જ ખુશ.’ અથિયા શેટ્ટી અને સોફી ચૌધરીએ પણ તેના માટે રેડ હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યા છે.

Image Source

ચાહકોએ ઇલિયાનાની સુંદરતાના વખાણ કર્યા તો કેટલાક યુઝર્સે ઇલિયાનાના બાળકના પિતા વિશે પણ કોમેન્ટ કરી. ગયા મહિને ઇલિયાનાએ ઇન્સ્ટાગ્રામ પર બેબી રોમ્પર અને ‘Mama’ પેન્ડન્ટની તસવીર સાથે તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું, ‘ટૂંક સમયમાં આવી રહ્યું છે. મારા નાના પ્રિયતમને મળવા માટે રાહ નથી જોઈ શકતી.’

ઇલિયાના થોડા સમય પહેલા કેટરિના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી હોવાની અફવા હતી. જો કે, બંનેમાંથી કોઈએ આ અહેવાલોને સમર્થન નહોતુ આપ્યુ અને ના તો નકાર્યું હતુ. ઇલિયાના કેટરીના અને મિત્રો સાથે ગ્રુપ વેકેશન પર પણ જોવા મળી હતી. ઇલિયાના ડીક્રુઝે બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ઇલિયાનાએ વર્ષ 2006માં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

ઇલિયાના હવે ફિલ્મ ‘અનફેર એન્ડ લવલી’માં રણદીપ હુડ્ડા જોવા મળશે. ઇલિયાના તાજેતરમાં રેપર બાદશાહ સાથે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. તે છેલ્લે અભિષેક બચ્ચન અભિનીત ‘ધ બિગ બુલ’ (2019)માં જોવા મળી હતો. તે આગામી સમયમાં રણદીપ હુડ્ડા સાથે ‘અનફેર એન્ડ લવલી’માં જોવા મળશે.

Shah Jina