વધારે સીમકાર્ડ રાખતા હોય તો થઇ જાવ સાવધાન, સરકારે લીધો મોટો નિર્ણય, જાણો શું છે નવો આદેશ ?

આજે સ્માર્ટફોનનો સમય છે અને મોટાભાગના સ્માર્ટફોનમાં બે સીમકાર્ડ આવે છે, ઘણા લોકો પરિવારના સભ્યો અથવા તો કોઈ મિત્રો માટે પણ પોતાના નામ ઉપર સીમકાર્ડ ખરીદે છે, જો તમે પણ તમારા નામ ઉપર વધારે સીમકાર્ડ રાખતા હોય તો તમે પણ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તેના માટે સરકાર દ્વારા એક નવો આદેશ રજૂ કરવામાં આવ્યો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT) એ એક નવો નિયમ બહાર પાડ્યો છે, જે અંતર્ગત એક જ વ્યક્તિ પાસે વધુ સિમ રાખવાની છૂટને દૂર કરીને મર્યાદા નક્કી કરવામાં આવી છે. નવી મર્યાદા હેઠળ 9 થી વધુ સિમ કાર્ડ ધરાવતા વપરાશકર્તાઓને તમામ સિમનું વેરિફિકેશન કરાવવાનું રહેશે નહીં તો તે બંધ કરવામાં આવશે.

ટેલિકોમ વિભાગે એક નવો નિયમ બહાર પાડ્યો છે જે અંતર્ગત  9થી વધુ સિમ ધરાવનારાઓએ સિમનું વેરિફિકેશન કરાવવું પડશે અને જો તેનું વેરિફિકેશન નહીં થાય તો સિમ બંધ કરી દેવામાં આવશે. જમ્મુ એન્ડ કાશ્મીર અને આસામ-ત્રિપુરા સિવાય દેશના તમામ ભાગો માટે આ મર્યાદા 9 સીમકાર્ડ રાખી શકાશે. જ્યારે બાકીના પૂર્વોત્તર રાજ્યો માટે આ મર્યાદા 6 સીમકાર્ડની રાખવામાં આવી છે.

આ અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા ટ્વિટ પણ કરવામાં આવ્યું છે. ગઈકાલે જ એવું કહેવામાં આવ્યું છે કે જો મોબાઈલ કનેક્શન ગ્રાહકોની પાસે મંજૂરી કરતાં વધુ સિમ કાર્ડ મળે છે, તો તેઓ જે સિમનો ઉપયોગ કરવા માગે છે તેને ચાલુ રાખવા અને બાકીનું બંધ કરવા માટે તેમને આ સુવિધા આપવામાં આવશે.

જો કે આ ચાલુ રહેવા વાળા સિમ પણ 9થી વધારે નહિ હોઈ શકે જો તે વેરિફાયડ નહીં હોય તો. વિભાગ દ્વારા એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો તેમના સર્વેમાં નક્કી કરવામાં  અવાયેલા 9 સીમકાર્ડની લિમિટથી વધારે સીમકાર્ડ કોઈ પાસે મળે છે તો તે બધાને જ ફરીથી વેરીફાય કરવામાં આવશે.

દૂરસંચાર વિભાગ દ્વારા આ પગલાં નાણાકીય અપરાધો, આપત્તીજનક કોલ, સ્વચલિત કો અને ધોખાધડીનીની ઘટાનોની તપાસ કરવાને લઈને ઉઠાવ્યા છે. વિભાગ દ્વારા દુરસંચાર કંપનીઓને એ બધા જ મોબાઈલ નંબરના ડેટાબેઝ હટાવવા માટે કહ્યું છે જે નિયમ અનુસાર ઉપયોગમાં નથી.

Niraj Patel