MBBS, MD ના પછી અર્તીકાએ પસંદ કર્યું IAS, રસ્તો હતો કઠિન પણ હોંસલાથી કરી લીધો સહેલો
દરેક વર્ષે લાખો લોકો યુપીએસસીની પરીક્ષા આપે છે, પરંતુ તેમાંથી સફળ અમુક જ લોકો થાય છે.પરીક્ષામાં શામેલ થનારા દરેક કેન્ડીડેટ્સની પોતા-પોતાની અલગ જ કહાનીઓ હોય છે જેમાંની જ એક કેન્ડીડેટ્સ અર્તીકા શુક્લાની સફળતાની કહાની આજે તમને જણાવીશું. જે દરેક કોઈ માટે એક પ્રેરણા સમાન છે.
અભ્યાસમાં હંમેશા હોંશિયાર એવી અર્તીકા કાશીની રહેનારી છે.અર્તીકાનું માનવું હતું કે તમે શાળા કે કોલજેમાં ગમે તેટલા હોંશિયાર કેમ ન હોવ પણ યુપીએસસીની પરીક્ષા આપવા માટે શરૂઆત ઝીરોથી કરવી પડતી હોય છે.
અર્તીકાએ અભ્યાસની શરૂઆત સેન્ટ જૉન સ્કૂલથી કરી હતી, શરૂઆતથી જ તે અભ્યાસમાં ટોપ પર હતી.જેના પછી અર્તીકાએ એમબીબીએસની ડિગ્રી લીધી, જો કે તેના પછી તેણે એમડી પણ કર્યું હતું. અર્તીકાના પિતા પણ એક ડોક્ટર છે અને તેના બંન્ને ભાઈઓ ગૌરવ અને ઉત્કર્ષ પણ યુપીએસસી પરીક્ષા પાસ કરી ચુક્યા છે જેમાંનો એક આઈએએસ છે તો બીજો ભાઈ આઇઆરટીએસ ઓફિસર છે, ગૌરવે જ અર્તીકાને યુપીએસસી પરીક્ષા આપવાની સલાહ આપી હતી.
અર્તીકાએ એમડીનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો અને યુપીએસસીની તૈયારીમાં લાગી ગઈ અને કંઈપણ પ્રકારના ટ્યુશન વગર અને ભાઈની મદદ દ્વારા તેણે પરીક્ષા પાસ કરી બતાવી. અર્તીકાએ દેશની જનતા માટે કંઈક કરવા માગતી હતી, માટે જ તે આ ક્ષેત્રમાં આવી હતી.
અર્તીકાએ લોકોને સલાહ આપતા કહ્યું હતું કે યુપીએસસીની પરીક્ષામાં સૌથી વધારે જરૂરી છે મહેનત, જરૂરી નથી કે એક દિવસમાં 14 થી 16 કલાક સુધી વાંચતા રહો, તમે 5 થી 6 કલાક પણ પુરા ફોકસની સાથે તૈયારી કરશો તો પણ સારું પરિણામ મેળવી શકશો.બસ માત્ર ઈરાદો અને લક્ષ્ય પાક્કું હોવું જોઈએ.
અર્તીકાએ કહ્યું કે ટોપર્સના ઇન્ટરવ્યૂ જુઓ અને તેના હિસાબે તેની સલાહનું અનુકરણ કરો. આ પરીક્ષા તમારા નોલેજથી વધારે તમારી પર્સનાલિટીનો ટેસ્ટ છે. માટે તૈયારી કરવાના સમયે પૂરું ધ્યાન આપો.