IAS ઓફિસર ટીના ડાબી અને પ્રદીપે લગ્ન પહેલા લીધો આ મોટો નિર્ણય, ચાહકોને લાગ્યો મોટો ઝટકો

IAS ટીના ડાબી અને તેના થવા વાળા પતિ આઈએએસ પ્રદીપ ગવાંડેએ લગ્ન પહેલા જ મોટો નિર્ણય લીધો છે. તેમણે પોતાને સોશિયલ મીડિયાથી દૂર કરી લીધા છે. ટીના ડાબીએ તેનું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી લીધું છે તેમજ પ્રદીપ ગવાંડેએ પણ ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી લીધું છે જોકે ટીનાનું હજી પણ ટ્વિટર એકાઉન્ટ ચાલુ છે.

પરંતુ હવે બંનેએ સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે. તેમણે આવું કેમ કર્યું છે તેના વિશે તેમની બાજુથી સ્પષ્ટ રીતે કંઇ કહેવામાં આવ્યુ નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ટ્રોલર્સના કારણે પરેશાન થવાને લઇને આવું પગલું ઉઠાવવામાં આવ્યું છે. જોકે આઈએએસ કપલના આ પગલાંથી તેમના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે.

છેલ્લા ઘણા દિવસથી ટીના અને પ્રદીપ તેમના લગ્નને લઈને અવાર નવાર ચર્ચામાં બનેલા છે. ખુદ ટીના ડાબીએ આઈએએસ પ્રદીપ ગવાંડે સાથે સગાઇની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ટીના અને પ્રદીપે તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેને લાખો લોકોએ લાઈક પણ કરી હતી.

ટીનાએ એક ઇન્ટરવ્યૂમાં પ્રદીપ સાથે તેની લવ સ્ટોરી વિશે કહ્યું હતું કે કોરોના કાળ દરમ્યાન બંને મળ્યા હતા અને પછી બંનેમાં મિત્રતા થઇ ગઈ. મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ. તે સમયે બંને રાજસ્થાનના સ્વાસ્થ્ય વિભાગમાં એક સાથે કામ કરી રહ્યા હતા. ટીના અને પ્રદીપ બંને રાજસ્થાન કૈડરના આઈએએસ છે.

પ્રદીપ ટીના કરતા 13 વર્ષ મોટા છે. ટીના ડાબીના પહેલા લગ્ન અતહર આમિર ખાન સાથે થયા હતા. અતહર પણ એક આઈએએસ ઓફિસર છે. તે બંનેની સહેમતીથી લગ્નના 2 વર્ષ પછી અલગ થઇ ગયા હતા. જેના પછી ટીના પ્રદીપ સાથે લગ્ન કરવા જઈ રહી છે. ટીના અને પ્રદીપના લગ્ન 20 એપ્રિલે થશે અને રિસેપ્શન 22 એપ્રિલે થશે.

Patel Meet