કરોડોની સંપત્તિ છતાં ભૂખ, ત્રાસ અને વૃદ્ધાશ્રમમાં જીવન, વૃદ્ધ માતા-પિતાને મળી એટલી તકલીફો, નિરાધાર થયેલા દંપતીએ મોતને વ્હાલું કર્યું, રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

“મને વાસી રોટલી અને ખરાબ દહીં આપે છે. આ ઝેર કેટલા દિવસ ખાઉં ? એના કરતાં અમે ગોળીઓ ખાઈ લીધી છે..” એમ લખીને વૃદ્ધ દંપતીએ કર્યો આપઘાત, IASના હતા દાદા-દાદી

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતમાં ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં કોઈ આર્થિક તંગીના કારણે પોતાનું જીવન ટૂંકાવે છે તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે. પરંતુ હાલ એક એવા આપઘાતની ખબર સામે આવી છે જેણે ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે. એક આઈએએસના દાદા-દાદીએ પોતાના સંતાનોના ત્રાસથી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું.

હરિયાણાના ચરખી દાદરીના બધડા નગરમાં રહેતા IAS અધિકારી વિવેક આર્યના દાદા-દાદીએ બુધવારે રાત્રે ઘરે ઝેરી ગોળીઓ ખાઈને આપઘાત કરી લીધો હતો. વૃદ્ધ દંપતીએ આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી જે મરતા પહેલા પોલીસને સોંપી હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે “મારા દીકરા પાસે 30 કરોડની સંપત્તિ છે, પરંતુ અમને આપવા માટે બે રોટલી નથી. “આ અંગે પોલીસે પરિવારના ચાર સભ્યો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, મૂળ ગોપીના રહેવાસી 78 વર્ષીય જગદીશ ચંદ્ર અને 77 વર્ષીય ભગલી દેવી બધડાની શિવ કોલોનીમાં તેમના પુત્ર વિરેન્દ્ર પાસે રહેતા હતા. વીરેન્દ્ર આર્યનો પુત્ર વિવેક આર્ય વર્ષ 2021માં IAS બન્યો અને તેને હરિયાણા કેડર મળ્યો. હાલમાં વિવેક અંડર ટ્રેઇની તરીકે કામ કરી રહ્યો છે અને તેની પોસ્ટિંગ કરનાલમાં છે. જગદીશચંદ્ર આર્ય અને તેની પત્ની ભાગલી દેવીએ બુધવારે રાત્રે બધડા ખાતેના તેમના ઘરે આપઘાત કરી લીધો હતો.

આ પછી મોડી રાત્રે જગદીશચંદ્ર આર્યએ પોલીસ કંટ્રોલ રૂમમાં ઝેર ખાધાની માહિતી આપી હતી. માહિતી મળતાની સાથે જ ERV 151 ઘટનાસ્થળે પહોંચી હતી અને બાધડા પોલીસ સ્ટેશનથી પોલીસ ટીમને બોલાવવામાં આવી હતી. જગદીશ ચંદ્રાએ સુસાઇડ નોટ પણ પોલીસને આપી હતી. હાલત વધુ બગડતાં વૃદ્ધ દંપતીને સૌ પ્રથમ બાધડાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં તેમની હાલત ગંભીર હોવાથી તેમને દાદરી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. દાદરીની હોસ્પિટલમાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

બીજી તરફ મૃતકના પુત્ર વીરેન્દ્રએ જણાવ્યું કે ઝેર પીધું હોવાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉંમરના આ તબક્કે બંને બીમારીના કારણે પરેશાન હતા, જેના કારણે તેમણે આ પગલું ભર્યું છે. પરંતુ આ દંપતીની સુસાઇડ નોટ સામે આવતા જ હડકંપ મચી ગયો. તેમણે અંદર લખ્યું હતું કે, “‘હું જગદીશચંદ્ર આર્ય તમને મારું દુ:ખ કહું છું. મારા પુત્રો પાસે બધડામાં 30 કરોડની સંપત્તિ છે, પરંતુ તેમની પાસે મને આપવા માટે બે રોટલી નથી. હું મારા નાના પુત્ર સાથે રહેતો હતો. તેનું 6 વર્ષ પહેલા અવસાન થયું હતું.”

(પ્રતીકાત્મક તસવીર)

તેમણે આગળ લખ્યું, “થોડા દિવસો સુધી તેની પત્નીએ રોટલી આપી, પરંતુ બાદમાં તે ખોટો ધંધો કરવા લાગી. મારા ભત્રીજાને તેની સાથે લઇ લીધો. જ્યારે મેં તેનો વિરોધ કર્યો, ત્યારે તેને તે ગમ્યું નહીં, કારણ કે હું ત્યાં હતો ત્યારે તે બંને ખોટું કરી શક્યા નહીં. એટલા માટે તેઓએ અમને માર માર્યો અને ઘરની બહાર કાઢી મુક્યા. હું બે વર્ષ વૃદ્ધાશ્રમમાં રહ્યો અને જ્યારે હું ફરીથી આવ્યો ત્યારે તેઓએ ઘરને તાળું મારી દીધું.”

(પ્રતીકાત્મક તસવીર)

તેમણે પોતાની આપવીતીમાં આગળ એમ પણ લખ્યું કે, “આ સમય દરમિયાન મારી પત્નીને લકવો થયો અને અમે અમારા બીજા પુત્ર સાથે રહેવા લાગ્યા. હવે તેઓએ પણ રાખવાની ના પાડી અને અમને બે દિવસ સુધી વાસી રોટલી અને દહીં આપવાનું શરૂ કર્યું. કેટલા દિવસ આ મીઠુ ઝેર ખાઈશ એટલે મેં સેલફોસની ગોળી ખાધી. મારા મોતનું કારણ મારી બે પુત્રવધૂ, એક પુત્ર અને એક ભત્રીજો છે.”

(પ્રતીકાત્મક તસવીર)

વૃદ્ધે એમ પણ લખ્યું કે “આ ચારેયે મારા પર જેટલો જુલમ કર્યો તેટલો જુલમ કોઈ બાળકે પોતાના માતા-પિતા સાથે ન કરવો જોઈએ. હું લોકોને વિનંતી કરું છું કે માતા-પિતા પર આટલો જુલમ ન કરવો જોઈએ અને સમાજ અને સરકારે તેમને સજા કરવી જોઈએ. તો જ મારા આત્માને શાંતિ મળશે. મારી પાસે બેંકમાં બે એફડી છે અને બધડામાં એક દુકાન છે, તે આર્ય સમાજ બધડાને આપી દેવામાં આવે.”

Niraj Patel