“નગાડા સંગ ઢોલ બાજે” ગીત ઉપર મહિલા IAS ઓફિસરે લગાવ્યા જબરદસ્ત ઠુમકા, વીડિયો વાયરલ થતા લોકોએ જે કહ્યું તે સાંભળીને અક્કલ કામ નહીં કરે, જુઓ

સોશિયલ મીડિયા ઉપર રોજ ઢગલાબંધ વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં અવનવી ઘટનાઓ વાયરલ થતી આપણે જોઈએ છીએ, ઘણા લોકોના ડાન્સ વીડિયો પણ વાયરલ થતા હોય છે અને તે જોવાના પણ લોકોને ખુબ જ પસંદ આવતા હોય છે, ત્યારે હાલમાં જે એક મહિલા IAS ઓફિસરનો ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં મહિલા IAS વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. IASને ‘નગાડા સંગ ઢોલ..’ ગીત પર ડાન્સ કરતા જોઈને યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે વાયરલ વીડિયોમાં સ્ટુડન્ટ્સ સાથે ડાન્સ કરતી જોવા મળેલી મહિલા IASનું નામ દિવ્યા એસ અય્યર છે. તે કેરળના પથાનમથિટ્ટા જિલ્લાની ડીએમ છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં IAS દિવ્યાને રણવીર સિંહ-દીપિકા પાદુકોણ અભિનીત “ગોલિયોં કી રાસલીલા રામ-લીલા”ના ગીત ‘નગાડા સંગ ઢોલ…’ પર વિદ્યાર્થીઓના જૂથ સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. આ વીડિયોને અજીન પથાનમથિટ્ટા નામના યુઝરે ફેસબુક પર શેર કર્યો છે. તેનું કેપ્શન લખ્યું છે- ‘વિદ્યાર્થીઓ સાથે જિલ્લા કલેક્ટરની ડાન્સ મૂવ્સ.’

વીડિયો અનુસાર, IAS મહાત્મા ગાંધી યુનિવર્સિટી (એમજી યુનિવર્સિટી, કેરળ)ના આર્ટ ફેસ્ટિવલની તૈયારીઓની સમીક્ષા કરવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન IAS દિવ્યા એસ અય્યરે વિદ્યાર્થીઓ સાથે ડાન્સ કર્યો હતો. નેટીઝન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. યુઝર્સ IAS દિવ્યાને પ્રોત્સાહિત કરવા અને બાળકો સાથે ભળવા બદલ વખાણ કરી રહ્યા છે.

સ્થાનિક સમાચાર અહેવાલો અનુસાર, અય્યર ‘દીપકઝ્ચા’ના ઉદ્ઘાટન માટે સ્થળ પર હાજર હતા, જ્યાં વિદ્યાર્થીઓની વારંવારની વિનંતીઓ બાદ તે નૃત્યમાં જોડાઈ હતી. હાલમાં કેરળના IAS ઓફિસર દિવ્યા એસ અય્યરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેનો વીડિયો હજારો લોકોએ જોયો છે.

Niraj Patel