ફિલ્મી દુનિયા

સુશાંતને યાદ કરીને ભાવુક થઇ તેની હિરોઈન, કહ્યું : “કદાચ તું તારા ચાહવા વાળાને પોતાનાથી દૂર ના કરતો….”

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારના રોજ પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી, જે ઘટનાથી બૉલીવુડ સમેત સમગ્ર દેશ ઊંડા આઘાતમાં છે. સુશાંતના મૃત્યુ ઉપર બોલીવુડમાંથી ઘણા બધા અભિએંતાઓ તેના મૃત્યુ ઉપર પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે અભિનેત્રી કૃતિ સેનન પણ સુશાંતના આસનથી ભાવુક થઇ છે અને સોશિયલ મીડિયામાં તેને પોસ્ટ કરી છે.

સુશાંતના અંતિમ સંસ્કારમાં પહોંચેલા બોલીવુડના કલાકારોમાં અભિનેત્રી કૃતિ સેનન પણ હાજર હતી, શિશાંતના મૃત્યુના બે દિવસ બાદ તેને સુશાંત સાથેનો એક ફોટો શેર કરવાની સાથે પોતાનું દુઃખ અભિવ્યક્ત કર્યું છે. અને તેમાં લખ્યું છે કે: “સુશ હું જાણતી હતી કે તારું પ્રતિભાશાળી દિમાગ તારો સાથી મોટો દોસ્ત

અને સૌતી મોટો દુશ્મન પણ છે. પરંતુ તેને મને સંપૂર્ણ રીતે તોડી નાખ્યું છે કે તારા જીવનમાં એક એવો પણ સમય આવ્યો કે જયારે તારા માટે જીવવાથી સરળ મરવું હતું. કાશ તારી પાસે એ પળમાં લોકો હોતા જે તારી મદદ કરતા એ પળને વીતાવવામાં, કદાચ તે એવા લોકોને તારાથી દૂર ના કર્યા હોત જે તને પ્રેમ કરતા હતા.”

કૃતિએ આગળ લખ્યું છે કે: “કદાચ હું એ ઠીક કરી શક્તિ જે તારી અંદર તૂટી ગયું હતું, પરંતુ હું ના કરી શકી. હું બહુ જ બધી વસ્તુઓની આશા રાખું છું.  મારા દિલનો એક ભાગ તારી સાથે ચાલ્યો ગયો અને એક ભાગ તને હંમેશા જીવતો રાખશે. મેં ક્યારેય તારા માટે દુઆ માંગવાનું નથી છોડ્યું, ના ક્યારેય છોડીશ.”

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon) on

2017માં કૃતિ અને સુશાંતે ફિલ્મ “રાબતા”માં સાથે કામ કર્યું હતું.  અને તેમની જોડીને ઘણી જ પસંદ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને સારા મિત્રો પણ બની ગયા હતા.

Author: GujjuRocks Team