પરણિત હોવા છત્તાં પૂજારીએ બાંધ્યો પ્રેમ સંબંધ, પ્રેમિકાએ બનાવ્યુ લગ્ન માટે દબાણ તો પૂજારીએ કરી દીધી હત્યા, પછી લાશ સાથે કર્યું એવું કે…

મંદિરના પૂજારીએ ગર્લફ્રેન્ડને આપી દર્દનાક મોત, લગ્ન માટે દબાણ બનાવ્યો તો મેનહોલમાં ઠેકાણે લગાવી, જાણો આખી કહાની

Hyderabad priest kills lover : પ્રેમસંબંધો વચ્ચે ખૂની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. ત્યારે હાલમાં હૈદરાબાદથી પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે, જ્યાં પોલીસે મંદિરના પૂજારીની ધરપકડ કરી છે. પૂજારી પર આરોપ છે કે તેણે તેની ગર્લફ્રેન્ડથી છૂટકારો મેળવવા માટે તેની હત્યા કરી હતી અને લાશને મેનહોલમાં ફેંકી દીધી હતી.

મળતી માહિતી મુજબ, પુજારીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે મહિલા તેના પર લગ્ન માટે દબાણ કરી રહી હતી અને જો તે રાજી ન થાય તો તે પુજારીનો પર્દાફાશ કરવાની ધમકી આપી રહી હતી. વાસ્તવમાં પૂજારી પરણિત હતો અને તેમ છતાં પણ તેણે મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. પોલીસ અનુસાર, 3 જૂનની રાત્રે મહિલાની હત્યા થઇ હતી અને તેના મૃતદેહને કારમાં લઈ જઇ પૂજારીએ મેનહોલમાં નાખી દીધો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, હૈદરાબાદમાં મંદિરના 36 વર્ષીય પૂજારીની શુક્રવારે ધરપકડ કરવામાં આવી કારણ કે પૂજારી પર તેની પ્રેમિકાની હત્યા કરવાનો આરોપ છે. પોલીસે આ મામલે પૂજારીની પૂછપરછ કરી અને સામે આવ્યુ કે, મૃતક પુજારી પર લગ્ન માટે દબાણ કરતી હતી. આ કારણે 3 જૂનની રાત્રે પૂજારીએ મહિલાની હત્યા કરી અને તેની લાશને કારમાં લઈ જઈને મેનહોલમાં નાખી દીધી. મૃતક મહિલાનું નામ કુરુગંતી અપ્સરા હતું.

પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે અપ્સરાએ માર્ચમાં જ આરોપી અય્યાગરી વેંકટ સૂર્ય સાંઈ કૃષ્ણને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે અપ્સરા પણ જાણતી હતી કે પૂજારી પરણિત છે. જ્યારે પૂજારીએ ના પાડી તો મહિલાએ તેને એમ કહીને બ્લેકમેઇલ કરી કે જો તે તેની સાથે લગ્ન નહીં કરે તો તે તેનો પર્દાફાશ કરી દેશે. વારંવારના બ્લેકમેઇલથી પરેશાન થઈને પૂજારીએ અપ્સરાને મારવાનું નક્કી કર્યું.

3 જૂનની રાત્રે તેણે મહિલાને તેના ઘરેથી ઉપાડી અને પથ્થર મારીને તેની હત્યા કરી દીધી. જે બાદ લાશને કારમાં લઈ જઇ મેનહોલમાં ફેંકી દીધી. આ પછી તે મૃતકની માતાને પોલીસ સ્ટેશન લઈ ગયો અને અપ્સરાના ગુમ થવાની ખોટી ફરિયાદ નોંધાવી. 6 જૂનના રોજ પૂજારીએ લાલ માટીના બે ટીપર લાવીને મેનહોલ ઢાંકી દીધો અને મહિલાની હેન્ડબેગ અને સામાન પણ સળગાવી દીધો. તેણે તેની કાર ધોઈ અને એપાર્ટમેન્ટમાં પાર્ક કરી દીધી.

પોલીસના જણાવ્યા અનુસાર, બીજા દિવસે પૂજારી ઘટનાસ્થળે પહોંચ્યો અને મેનહોલમાંથી દુર્ગંધ આવી રહી છે કે કેમ તે જોવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર દુર્ગંધ અનુભવાતા કેટલાક મજૂરોને મેનહોલને કોંક્રીટથી ઢાંકીને સીલ કરવા પણ કહેવામાં આવ્યું હતું. સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ પોલીસને આરોપીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો અને પૂછપરછ દરમિયાન તેણે મહિલાની હત્યા કર્યાની કબૂલાત કરી. મીડિયાના અહેવાલ અનુસાર એવું પણ કહેવાઇ રહ્યુ છે કે પૂજારીએ ગુગલ પર સર્ચ કર્યુ હતુ ‘How to kill a human being’ એટલે કે કોઇ માણસની હત્યા કેવી રીતે કરી શકાય.

Shah Jina