જીમમાં વર્કઆઉટ કરી રહેલા 24 વર્ષના કોન્સ્ટેબલને આવ્યો હાર્ટ એટેક, થોડીક જ સેકન્ડમાં ચાલ્યો ગયો જીવ- જુઓ વીડિયો

જિમના શોખીનો ચેતી જજો હવેથી: હાર્ટ એટેક આવ્યો ને તડપી તડપીને થયું મોત, વીડિયો જરૂર જોજો

નાચતા-ગાતા, ચાલતા-ફરતા હાર્ટ એટેકથી ઘણા મામલાઓ છેલ્લા કેટલાક સમયમાં સામે આવ્યા છે. આ ઉપરાંત જીમમાં એક્સરસાઇઝ કરવા દરમિયાન પણ કેટલાકનું કાર્ડિયાક અરેસ્ટ દરમિયાન મોત થવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે આ કડીમાં એક નવો મામલો સામે આવ્યો છે, જે હૈદરાબાદનો છે.

અહીં આસિફ નગર પોલિસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલનું જીમમાં એક્સરસાઇઝ દરમિયાન મોત થઇ ગયુ હતુ. જાણકારી અનુસાર, 24 વર્ષિય કોન્સ્ટેબલ વિશાલ જીમમાં એક્સરસાઇઝ કરી રહ્યો હતો અને આ દરમિયાન તે અચાનકથી પડી ગયો અને થોડીવાર બાદ તેનું મોત થઇ ગયુ. આ ઘટના ગુરુવારના રોજ સાંજની જણાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે વિશાલને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.

આ પૂરી ઘટના જીમમાં લાગેલા CCTVમાં કેદ થઇ જવા પામી હતી. કોન્સ્ટેબલ વિશાલે વર્ષ 2020 બેચમાં પદ હાંસિલ કર્યુ હતુ અને તે આસિફ નગર પોલિસ સ્ટેશનમાં કાર્યરત છે. વિશાલ બોઇનપલ્લીમાં રહેતો હતો. આ પહેલા ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં જીમમાં વર્કઆઉટ કરતા સમયે ડોક્ટરની તબિયત અચાનક બગડ્યા બાદ તેમનું મોત થઇ ગયુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Aaj Tak (@aajtak)

Shah Jina