પતિ અને પત્નીનો આ મજાકીયો અંદાજ જોઈને તમે પણ આ જોડી પ્રત્યે જલન થઇ જશે, જુઓ તેમનો મજેદાર વીડિયો

આજે સોશિયલ મીડિયા વાયરલ વીડિયો પ્લેટફોર્મ બની ગયું છે, ઘણા લોકો પોતાના ટેલેન્ટને વીડિયોની અંદર  બતાવતા હોય છે અને તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થતા હોય છે. ઘણા કપલ પણ એવા છે જે પોતાના મજાકિયા વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કરે છે અને તેને લોકો પણ ખુબ જ પસંદ કરે છે.

આવા જ એક કપલનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જે તેમના મજાકિયા અંદાજમાં લોકોનું દિલ પણ જીતી રહ્યા છે. આ વીડિયોને આ કપલ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરે છે અને થોડીવારમાં જ તેમના વીડિયોને લાખો લોકો નિહાળી લે છે. હજારો લોકો તેમના વીડિયોને લાઈક પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Lakhan Arjun Rawat (@lakhan_999)

આ કપલ દ્વારા બનાવેલી એક રીલની અંદર ડોક્ટર ગુલાટીનો એક સરસ મજાના જોક્સ ઉપર વીડિયો બનાવવામાં આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે પતિ તેની પત્નીને પાછળથી ટપલા મારતા થોડા ગુસ્સા ભરેલા અવાજમાં કહે છે કે, “તારું લગ્ન હતું, તને ઘોડા ઉપર બેસાડી હતી તો ગધેડી જેવી હરકત કરવાની ક્યાં જરૂર હતી ?” આ વીડિયોને પણ અત્યાર સુધી દોઢ લાખ કરતા વધારે લાઈક મળી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Lakhan Arjun Rawat (@lakhan_999)


તો તેમની બીજી એક રીલમાં ખુબ જ રોમાન્ટિક અંદાજમાં તે એક શાયરી ઉપર પણ રીલ બનાવતા જોવા મળી રહ્યા છે, જેને શબ્દો છે, “એક દિવસ આપણે બંને બદલાઈ જઈશું, આજે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છીએ, કાલે પતિ પત્ની બની જઈશું.” જેના બાદ મન મસ્ત મગન નામનું ગીત વાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Neetu L Bisht (@iam_neetubisht_)


તો અન્ય એક રીલની અંદર તે ગાડીમાં બેઠેલા જોવા મળી રહ્યા છે અને એક ભોજપુરી ગીત “ઠીક હે” ઉપર રિએક્ટ કરતા જોવા મળી રહ્યા છે. જેમાં છોકરી તેના બોયફ્રેન્ડને કહેતી હોય તે અંદાજમાં કહી રહી છે કે, “પ્રેમ કરીને ભાગ્યા છે ઘરેથી બિહારમાં પાછા નહિ આવીએ. ઠીક હે” જેના જવાબમાં યુવક પણ “ઠીક હે કહે છે.” આ દિલને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આવા જ તેમના અન્ય વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થાય છે.

Niraj Patel