પતિએ કપડાં માટે ટોકી તો પત્ની બની ગઈ ટીવી અભિનેત્રી, વીડિયો જોઈને તમને પણ ખુબ જ મજા આવશે

પતિને ઘરમાં પત્નીના કપડાં પહેરવા પસંદ નહોતા, પછી પત્નીએ કર્યું એવું કે વીડિયો જોઈને ખુશ થઇ જશો

આજકાલ સોશિયલ મીડિયામાં ઘન બધા વીડિયો સતત વાયરલ થતા રહે છે. ખાસ કરીને પતિ પત્નીના વીડિયો જોવાના લોકોને ખુબ જ પસંદ આવે છે. ઘન પતિ પત્ની વીડિયોની અંદર એવી એવી હરકતો કરે છે કે તેને જોઈને જ લોકોને હસવું આવી જાય છે. આવા વીડિયોને લોકો પસંદ પણ ખુબ જ કરતા હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પત્નીનો એક મજેદાર વીડિયો જોવા મળી રહ્યો છે. દરેક પતિ ઈચ્છતો હોય છે કે તેની પત્ની સારા સારા કપડાં પહેરે. આવું જ કંઈક આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે. જેમાં પત્નીના ઘરની અંદર સાદા કપડાં પહેરવા ઉપર પતિ નારાજ થતો જોવા મળે છે.

ટીવીની અંદર ધારાવાહિકોમાં આપણે જોઈએ છીએ કે અભિનેત્રીઓ જવેલરી અને સારા સારા કપડાં પહેરીને જ ફરતી હોય છે, ત્યારે આ વીડિયોમાં પણ એવું જ જોવા મળે છે, પત્નીના સદા કપડાં પહેરવા ઉપર તેનો પતિ તેને કહે છે જેના બાદ ધારાવાહિકની અભિનેત્રીઓની જેમ જ કપડાં અને જવેલરી પહેરી અને ઘરના કામ કરવા લાગે છે.

વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે પત્ની તૈયાર થઈને જ બેડમાં સુઈ જાય છે, અને છેલ્લે કેપશનમાં લખેલું દેખાય છે કે “મારાથી  નહિ થઇ શકે.” હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel