અટલ પેંશન યોજના : પતિ-પત્ની મેળવી શકે છે દર મહિને 10 હજાર રૂપિયા સુધીનું પેંશન,જાણો કેવી રીતે કરવાનું રહેશે નિવેશ

ઘડપણની ચિંતા તો બધાને હોય છે. જો તમે પણ તમારા રિટાયરમેન્ટને સિક્યોર કરવા માંગો છો તો સરકારની અટલ પેંશન યોજનામાં પૈસા લગાવી શકો છે. આ સ્કીમમાં પતિ અને પત્ની અલગ અલગ એકાઉન્ટથી મંથલી એટલે કે દર મહિને 10 હજાર રૂપિયાનું પેંશન હાંસિલ કરી શકો છો.

આ યોજના વર્ષ 2015માં શરૂ થઇ હતી. તે સમયે આ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરનાર લોકો માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ હવે આને 18થી 10 વર્ષનો કોઇ પણ ભારતીય નાગરિક આ યોજનામાં નિવેશ કરી પેંશનનો લાભ ઉઠાવી શકે છે. જેની પાસે બેંક કે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ છે તેમાં સરળતાથી નિવેશ કરી શકે છે. આ યોજનામાં 60 વર્ષ બાદ જમાકર્તાઓને પેંશન મળવાનું શરૂ થાય છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ એક સરકારી યોજના છે, જેમાં તમારા દ્વારા કરવામાં આવેલ નિવેશ તમારા ઉંમર પર નિર્ભર કરે છે. આ યોજના અંતર્ગત ઓછામાં ઓછા 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને 5000 રૂપિયા માસિક પેંશન મળી શકે છે. આ એક સુરક્ષિત નિવેશ છે, જેમાં તમે તમારુ રજિસ્ટ્રેશન કરાવી શકો છો, તમારી પાસે સેવિંગ એકાઉન્ટ, આધાર નંબર અને એક મોબાઇલ નંબર હોવો જરૂરી છે.

આ યોજના અંતર્ગત 18થી 40 વર્ષના લોકો અટલ પેંશન યોજનામાં પોતાનું નોમિનેશન કરાવી શકે છે. આ માટે આવેદક પાસે બેંક કે પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ હોવુ જરૂરી છે. સાથે જ એ પણ ધ્યાન રાખો કે તમારી પાસે માત્ર એક જ એટલ પેંશન એકાઉન્ટ થઇ શકે છે. આ યોજનામાં તમે જેટલું જલ્દી નિવેશ કરશો એટલો વધુ ફાયદો મળશે.

કોઇ પણ વ્યક્તિ આ યોજનામાં 18 વર્ષની ઉંમરથી જોડાઇ શકે છે. તેને 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 5000 રૂપિયા માસિક પેંશન માટે પ્રતિ માસ 210 રૂપિયા જમા કરવા પડશે. 38 વર્ષની ઓછી ઉંમપના પતિ-પત્ની અલગ અલગ આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકશે.

જેમને 60 વર્ષની ઉંમર બાદ સંયુક્ત રૂપે 10,000 રૂપિયાનું પેંશન મળશે. જો પતિ-પત્નીની ઉંમર 30 વર્ષ કે તેનાથી ઓછી છે તો તેમને દર મહિને 577 રૂપિયાનું યોગદાન કરી શકે છે. 35 વર્ષની ઉંમર છે તો દર મહિને 902 રૂપિયા APY એકાઉન્ટમાં નાખવા પડશે. જે પતિ કે પત્નીમાંથી કોઇની મોત થઇ જાય છે તો જીવિત પાર્ટનરને 8.5 લાખ રૂપિયા મળશે અને સાથે સાથે દર મહિને તેને પેંશન પણ મળતુ રહેશે.

અટલ પેંશન યોજનામાં નિવેશ કરવાવાળા લોકોને ઇનકમ ટેક્સ 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના ટેક્સ બેનિફિટ મળે છે, તેમાંથી ટેક્સેબલ ઇનકમને ઘટાડી દેવામાં આવે છે. તે ઉપરાંત કેટલાક મામલામાં તો 50 હજાર રૂપિયા સુધી અતિરિક્ત ટેક્સ બેનિફિટ મળે છે. કુલ મળીને આ યોજનામાં 2 લાખ રૂપિયા સુધીનુ ડિડક્શન મળે છે.

Shah Jina