પત્ની નહોતી કરી રહી કસરત તો પતિએ એવો જુગાડ લગાવ્યો કે જોઈને તમે પણ બોલી ઉઠશો, “વાહ… પતિ હોય તો આવો !!”

બૈરાઓને કસરત કરાવવા કેવા કેવા નાટક કરવા પડે, જુઓ આ પતિએ કરેલો અનોખો જુગાડ

સોશિયલ મીડિયા ઉપર પતિ પત્નીને લઈને ઘણા જોક્સ અને વીડિયો વાયર થતા હોય છે.  વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એવી એવી મજેદાર વસ્તુઓ જોવા મળે છે જે જોઈને આપણે પણ હસી હસીને થાકી જઈએ. હાલ સોશિયલ મીડિયા ઉપર એવા જ એક પતિ પત્નીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પતિ તેની પત્નીને કસરત કરાવવા માટે અનોખો જુગાડ વાપરે છે.

આજે મોટાભાગના લોકો ફિટ રહેવા માંગે છે, ઘણા લોકો પોતાનું પાર્ટનર પણ ફિટ રહે તેવું ઇચ્છતા હોય છે. ત્યારે વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર પણ એવું જ કંઈક જોવા મળી રહ્યું છે, જેમાં એક પતિ તેની પત્નીને કસરત કરાવવા માટે મહેનત કરી રહ્યો છે. પરંતુ પત્ની કસરત કરતા કરતા થાકી જાય છે, અને સુઈ જાય છે.

ત્યારબાદ પતિ એવો જુગાડ આપનાવે છે કે પત્ની ધડાધડ કસરત કરવા લાગી જાય છે. પતિ પોતાની પત્નીને કસરત કરાવવા માટે તેના મોઢામાં ચલણી નોટ નાખે છે, જે લેવા માટે પત્ની કસરત કરવા લાગે છે અને પોતાના મોઢાથી પતિના મોઢામાં રહેલી ચલણી નોટ લઇ લે છે. સોશિયલ મીડિયામાં પતિ પત્નીના કસરતનો આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પતિ દ્વારા કરવામાં આવેલા આ જુગાડની પણ લોકો પ્રસંશા કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે અને લાઈક સાથે કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel