પત્નીના રીલ બનાવવાથી પરેશાન પતિએ આપી દીધો જીવ…આપઘાત પહેલા ગંદી કમેન્ટ કરતા લોકોને કહ્યુ- તમારા ઘરમાં થશે ત્યારે…

પત્નીના રીલ બનાવવાથી દુખી સરકારી કર્મચારીનો આપઘાત, અશ્લીલ કમેન્ટ કરવાવાળાને LIVE આવી કહ્યુ- તમારા ઘરમાં થશે ત્યારે ખબર પડશે

એક તરફ સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકોને ન્યાય મળી રહ્યો છે, ઘણા લોકોની સમસ્યાઓનું નિરાકરણ થઇ રહ્યું છે. સોશિયલ મીડિયા એક મનોરંજનનું સાધન છે. જો કે, બીજી તરફ તેના કારણે ઘણા લોકોના ઘર પણ બરબાદ થઈ રહ્યા છે. તાજેતરનો કિસ્સો રાજસ્થાનના અલવરથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક સરકારી કર્મચારી તેની પત્નીના રીલ બનાવવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને કારણે દુઃખી હતો અને તેણે આત્મહત્યા કરી લીધી. મરતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પર લાઈવ થઈ અશ્લીલ કોમેન્ટ કરનારા લોકોને જવાબ આપ્યો હતો અને પરિવારમાં ચાલી રહેલા વિવાદની માહિતી આપી હતી.

રૈની પોલીસ સ્ટેશન વિસ્તારના નાંગલબાસ ગામનો રહેવાસી સિદ્ધાર્થ દૌસામાં આરોગ્ય વિભાગમાં એલડીસી (લોઅર ડિવિઝન ક્લાર્ક) તરીકે કામ કરતો હતો. દોઢ વર્ષ પહેલા પિતાની જગ્યાએ અનુકંપા પર નોકરી મળી હતી. સિદ્ધાર્થના લગ્ન માયા નામની છોકરી સાથે થયા. વાસ્તવમાં માયાને સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનો શોખ હતો. જ્યારે તે રીલ બનાવતી અને ઈન્સ્ટાગ્રામ-ફેસબુક પર પોસ્ટ કરતી ત્યારે કેટલાક લોકો તેના પર અશ્લીલ ટિપ્પણીઓ કરતા. સિદ્ધાર્થને આ અશ્લીલ કોમેન્ટ બિલકુલ પસંદ ન પડતી. જેને લઈને માયા અને સિદ્ધાર્થ વચ્ચે વિવાદ શરૂ થયો. સિદ્ધાર્થ અને માયાને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે.

સિદ્ધાર્થે માયાને રીલ બનાવવાની મનાઈ કરી પણ માયા રાજી ન થઈ. આ બાબતે બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો અને જ્યારે વિવાદ વધ્યો તો માયા ઘર છોડીને તેના માતા-પિતાના ઘરે ચાલી ગઇ. સિદ્ધાર્થ પર આરોપ લગાવતા તેણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે સિદ્ધાર્થને દારૂ પીવાની લત લાગી ગઈ છે, જેના કારણે તેમની વચ્ચે વિવાદ વધવા લાગ્યો. સિદ્ધાર્થે 5 એપ્રિલે આત્મહત્યા કરી હતી. 6 એપ્રિલે પરિવારજનોએ આ મામલે FIR નોંધાવી હતી.

આત્મહત્યા પહેલા સિદ્ધાર્થ સોશિયલ મીડિયા પર ઓનલાઈન આવ્યો અને કહ્યુ કે- તે પણ વીડિયો જોઈ રહી છે, સાંભળી લે તુ છૂટાછેડા લઇ, ચારેય બાળકો મારી પાસે રહેશે. રતિરામ કોણ છે, હું તારો પતિ છપં, હું કહીશ એ થશે. હું આજે લાઈવ આવ્યો છું. મારા ભાઈને મરવા છોડી દઉ. હું સોશિયલ મીડિયા દ્વારા આ કહી રહ્યો છું કે હું મરી જઈશ. મારા ભાઈ અને તેની વચ્ચે ઝઘડો થયો. તે કેવી રીતે થયું છે ? હું મારા ભાઈ સાથે છું. મારું આઈડી અને મારું સિમ બધું મારા સાસરિયાં પાસે છે. કેટલાક લોકો મને કહેશે કે હું ખોટો છું, પણ હું મારા ભાઈને નહીં છોડું.

મારા મોત માટે રતિરામ અને માયા જવાબદાર છે. મારો ભાઈ સલામત છે. મારા પરિવારમાં ઝઘડો થયો હું આ સ્વીકારું છું, પરંતુ એવું ન થવું જોઈએ કે કોઈને ફસાવવામાં આવે. હું ઘણીવાર મારા સાસરિયાંના પગે પડ્યો છું, આનાથી વધુ કંઈ કરવા નથી માંગતો. પરંતુ હવે હું તેની ધજ્જિયા ઉડાડીશ. મેં આ પહેલા ક્યારેય રીલ બનાવી નથી. પણ હવે હું મજબૂરીમાંથી લાઈવ આવ્યો છું. લાઈવ આવતા સિદ્ધાર્થે કહ્યું કે, મેં આજ સુધી એક પણ રીલ બનાવી નથી. જો મારી કોઈ ભૂલ હોય, તો કૃપા કરીને મને જણાવો. માયા સાથે મારી કોઈ અંગત લડાઈ કે ઝઘડો નથી.

તે મારા ભાઈને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. આ મારી એકમાત્ર લડાઈ છે. હું મારા ભાઈ સાથે છું જે સમજુ માણસ હશે. એ સમજી જશે કે ક્યારેક ઘર પરિવારમાં અનેક દિક્કતો હોય છે. પિરવારના લોકોએ આ બધુ ખબર હોય છે. સમજદાર માણસ સારી કમેન્ટ કરી રહ્યા છે પણ કેટલાક લોકો ગંદી કમેન્ટ પણ કરી રહ્યા છે. જ્યારે તમારા ઘરમાં આવું થશે ત્યારે તમને સમજ આવશે. હું મારા પરિવારને તૂટવા નહિ દઉં. આ માટે હું મારો જીવ પણ આપી દઇશ. તમને આવી ઘણી પત્નીઓ અને છોકરીઓ જોવા મળશે. પરંતુ પરિવાર નહિ મળે, જો હું મરી જઈશ, તો મેં મારા ભાઈને મારો નોમિની બનાવ્યો છે.

મારે મારા સાસરિયાં અને પત્ની સાથે કોઈ લેવાદેવા નથી. મારા ભાઈ અને તેના બાળકોને સરકારી નોકરી મળવી જોઈએ અને તેમને તમામ પ્રકારના દાવા પણ મળવા જોઈએ. આ મામલે પોલીસ અધિક્ષક (એસપી) એ જણાવ્યું હતું કે પરિવારના સભ્યોની ફરિયાદ બાદ મીડિયા દ્વારા સામે આવેલા વીડિયોમાં પણ આ એંગલ જોવા મળ્યો હતો. હાલ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે પરિવારના સભ્યોના નિવેદન નોંધવામાં આવ્યા છે. મૃતકની પત્ની અને બાળકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. કોમેન્ટ કરનારાઓનો પણ સંપર્ક કરવામાં આવશે.

Shah Jina