મોલની અંદર બોયફ્રેન્ડ સાથે હાથમાં હાથ પરોવી લટાર મારી રહેલી પત્નીને પતિએ રંગેહાથ ઝડપી લીધી, વીડિયો બનાવ્યો અને પત્નીએ કર્યું એવું કે.. જુઓ

પત્ની કોઈ અન્ય પુરુષ સાથે મોલમાં હાથમાં હાથ પકડીને ચાલી રહી હતી, પતિ પાછળથી વીડિયો બનાવતો બનાવતો જ સામે આવી ગયો અને પછી થઇ જોવા જેવી.. જુઓ વીડિયો

Husband Catches Wife Cheating Red-Handed : પતિ પત્ની અને વોની ઘણી ઘટનાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. કેટલીય ઘટનામાં લગ્ન બાદ પણ પાર્ટનર અન્ય વ્યક્તિ સાથે સંબંધો રાખે છે અને જ્યારે પકડાઈ જાય છે ત્યારે જોવા જેવી થતી હોય છે. ત્યારે હાલ એક એવી જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક પત્નીને તેના જ પતિએ તેના બોયફ્રેન્ડ સાથે મોલમાં ફરતા સમયે રંગેહાથ ઝડપી લીધી હતી, આ ઘટના હવે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે.

બૉફ્રેન્ડ સાથે હાથમાં હાથ નાખીને ચાલી રહી હતી પત્ની :

જ્યારે પત્ની અને તેનો બોયફ્રેન્ડ હાથ પકડીને ચાલી રહ્યા હતા ત્યારે પતિ તેના સ્માર્ટ ફોનથી તેમનો વીડિયો બનાવી રહ્યો હતો. જેવા જ તેઓ એક દુકાનની સામે ઉભા રહ્યા કે પતિએ તરત તેમને ઝડપી લીધા.  મોલમાં તેના બોયફ્રેન્ડ સાથે ફરતી પત્નીનો વીડિયો તેના પતિએ જ બનાવ્યો હતો. આ પછી તે લોકોને કહે છે કે જુઓ ભાઈ આ મારી પત્ની છે અને તે તેના બોયફ્રેન્ડ સાથે અહીં કેવી રીતે ફરે છે. બીજો પુરુષ કહે છે કોલ કરો તો પતિ કહે કે કેવી રીતે ફોન કરવો, તેણે બ્લોક કરી દીધો છે.

પતિએ બનાવ્યો વીડિયો :

ત્યારે પેલો માણસ કહે જા સામે વાત કર. પતિ સામે આવતા જ પત્નીના રૂંવાડા ઉભા થઇ જાય છે. તે કહે છે કે મેં વીડિયો બનાવ્યો છે, તમે મને મૂર્ખ બનાવી રહ્યા છો. બંને વચ્ચે બોલાચાલી થાય છે અને પતિ ગાળો પણ આપે છે. આ પછી પત્ની પણ ગુસ્સે થઈ જાય છે અને તેનું પર્સ બોયફ્રેન્ડને આપીને પતિ પર હુમલો કરે છે. આ સમયે પણ પતિનો મોબાઈલ ચાલુ રહે છે અને બધું રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે.

પત્નીએ કર્યો હુમલો :

દરમિયાન, એક મોટી ભીડ ત્યાં એકઠી થાય છે જે મહિલાની તરફેણમાં બોલે છે. કેટલાક લોકો પતિ વતી બોલે છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના વિશે લોકો વિવિધ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.  જો કે આ વીડિયો ક્યાંનો છે ક્યારે શૂટ કરવામાં આવ્યો હતો તેના વિશેની કોઈ માહિતી હજુ સામે નથી આવી રહી, કે આ આ વીડિયોની પુષ્ટિ હજુ સુધી થઇ છે, પરંતુ લોકો આ વીડિયોને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મમાં શેર કરી રહ્યા છે.

Niraj Patel